Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના નજીક હરીપર-પીયાવા પાસે સોલાર પ્લાન્ટમાંથી ચોરાઈ ગયો વાયર

૧૨ હજાર મીટર વાયર કાપી જવામાં આવ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ધ્રોલ નજીકના હરીપર-પીયાવા ગામની ચોકડી પાસે આવેલા સોલાર પ્લાન્ટમાં મંગળવારની સાંજથી બુધવારની સાંજ સુધીમાં અંદાજે ૧ર હજાર મીટર કોપર વાયર કોઈ શખ્સો કાપીને ચોરી કરી ગયા છે. રાજકોટના એક આસામીએ રૂ।.ર લાખ ૪૦ હજારના વાયરની ચોરીની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધ્રોલ તાલુકાના પીયાવા (હરીપર) ગામ નજીક સોલાર પ્લાન્ટ ધરાવતા ચંદ્રકાંતભાઈ ધરમશીભાઈ વાડોદરીયા નામના રાજકોટના આસામીના પ્લાન્ટમાં ગયા મંગળવારની સાંજથી બુધવારની સાંજ સુધીમાં કોપર વાયરની ચોરી થઈ છે.

તે ઉપરાંત નજીકમાં આવેલા મોહનભાઈ રત્નાભાઈ ડાંગરીયાના સોલાર પ્લાન્ટમાંથી પણ રૂ।.૧ લાખ ૮૦ હજારની કિંમતના નવ હજાર મીટર કોપર વાયરને કાપી જવાયો છે. જ્યારે કૃણાલભાઈ મોહનભાઈ ડાંગરીયાના પ્લાન્ટમાંથી રૂ।.૬૦ હજારના ત્રણ હજાર મીટર કોપર વાયરની ચોરી થઈ છે.

આમ અંદાજે રૂ।.ર લાખ ૪૦ હજારની કિંમતના વાયરની ચોરીની ચંદ્રકાંતભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એમ.એમ. કુંભારવડીયાએ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh