Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના
જામનગર તા.૧૫: રાજ્યના કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ગ્રામીણ વિકાસને વેગ આપતા અગત્યના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શેખપાટમાં રૂ. ૫ લાખના ખર્ચે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું. ઉપરાંત, તેમણે બાળા ગામના રસ્તે કોઝ-વે અને ભૂગર્ભ ગટરના કામોનો પણ શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, માળખાકીય સુવિધાઓના નિર્માણથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશેે અને જીવનધોરણમાં સુધારો થશે. શેખપાટનો કોમ્યુનિટી હોલ ગ્રામજનોને સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે એક અદ્યતન સ્થળ પૂરૃં પાડશે. જયારે, બાળા ગામના રસ્તે કોઝ-વે નિર્માણ થવાથી ખાસ કરીને ચોમાસા દરમ્યાન ગામડાઓ વચ્ચેની કનેક્ટિવિટી જળવાઈ રહેશે. અને ગ્રામજનોની વર્ષો જુની સમસ્યાનો અંત આવશે. ભૂગર્ભ ગટર યોજનાથી ગામમાં સ્વચ્છતા અને આરોગ્યનું સ્તર ઊંચુ આવશે. ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય ગ્રામજનોની સુખાકારી વધારવા માટે માળખાકીય વિકાસના આવા અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરસર, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, તાલુકા પંચાયતના સંગીતાબેન દુધાગરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, આગેવાન કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન કણઝારીયા, ગિરિરાજસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial