Advertisement
Author: નોબત સમાચાર

માંડ માંડ... રસ્તા બને કે તરત જ ખોદકામ ચાલુ... તંત્રનું અણઘડ આયોજન

જામનગરની કમનસીબી !

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરમાં રસ્તા ઉપર નાના-મોટા ખાડા હોવા એ કોઈ નવી નવાઈની વાત નથી !! વાહન ચાલકોને હાડમારી ભોગવવી પડતી હોય તો ભલે ભોગવવી પડે સત્તાસ્થાને એ.સી.ચેમ્બરમાં બેસીને વિકાસની વાતો કરનારાઓનું પેટનું પાણી પણ હાલે તેમ નથી!!

આ બધું તો ઠીકછે પરંતુ ૨૨૬ કરોડના ખર્ચે બનાવેલ ફ્લાય ઓવરબ્રિજની નીચે તાજેતરમાં જ બનાવવામાં આવેલ નવો નક્કોર રોડ, રસ્તા બનાવવાના નિયમ મુજબ પહેલા નાના પથ્થરો ( કપચી)વડે ડામરની સાથે બનાવવામાં આવેલ ત્યારબાદ તેના ઉપર ડામરની કાર્પેટ કરીને એકદમ સરસ રીતે વાહન સડસડાટ ચલાવી શકાય તેવો બનાવવામાં આવ્યા છે.

હવે છેલ્લા બે દિવસથી જામનગર મહાનગર પાલિકાના ભૂગર્ભ ગટરની શાખાને અચાનક યાદ આવ્યું હોય તેમ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનની ઓફિસ તરફના રસ્તા ઉપર, શ્રમયોગી કલ્યાણ યોજનાની લાલ કલરની કેબીનથી શરૂ કરીને છેક કરણ પેટ્રોલ પંપ સુધી લગભગ બાર જેટલી જગ્યાએ નવા બનાવેલા રસ્તાને ખોદી નાખી ભૂગર્ભ ગટરના ઢાંકણા મૂકવામાં આવ્યા છે.

તંત્ર બુદ્ધિનું પ્રદર્શન કરે તેમાં વાંધો નહીં પરંતુ પ્રજાના પરસેવાના પૈસાના પાણી કરી નાખે તેમાં છે!! માંડ માંડ દિવાળીના તહેવારો દરમિયાન સારા રસ્તા ઉપર વાહન ચલાવવાની ટેવ પડે ત્યાં પાછા ખાડા કરીને હાડકાં ખોખરા કરી નાખે છે!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh