Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારની સમીસાંજે થયો અકસ્માતઃ
જામનગર તા. ૨૩: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે ગયા સોમવારે સાંજે મોટી લાખાણી ગામના એક દંપતીના બાઈકને રોંગ સાઈડમાં આવેલા ટ્રેક્ટરે ઠોકર મારતા પતિ-પત્નીને ફ્રેક્ચર સહિત ઈજાઓ થઈ છે.
જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના નાનભા લાલુભા જાડેજા અને તેમના પત્ની ધીરજબા ગઈ તા.૧૬ની સાંજે રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસેથી જીજે-૧૦-સીક્યુ ૧૭૭૬ નંબરના બાઈકમાં પસાર થતા હતા.
આ વેળાએ જીજે-૧૦-ડીઆર ૨૮૧૦ નંબરની ટ્રોલીવાળા ટ્રેક્ટરે રોંગ સાઈડમાં આવી ચઢી નાનભાના મોટરસાયકલને સાઈડમાંથી હડફેટે લેતા નાનભા તથા ધીરજબા રોડ પર પડી ગયા હતા. આ અકસ્માતમાં નાનભાને એક હાથમાં પાંચ ફ્રક્ચર થયા છે. જ્યારે તેમના પત્નીને પણ ફ્રેક્ચર તથા હેમરેજ સહિતની ઈજા થઈ છે. પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં નાનભાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial