Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે
જામનગર તા. ૧૮: જામનગરના ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અંતર્ગત વોર્ડ નં. ૧પ માં ૧૦૬.ર૦ લાખના ૧૯ વિકાસના કામોના ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે કરવામાં આવ્યા હતાં.
સૌપ્રથમ દલવાડી વાસ શેરી નં. ૭ માં સીસી રોડના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સોમનાથ સોસાયટી, શેરી નં. ૩ માં હેમભા ઘરથી લાલભાઈના ઘર સુધી સીસી રોડનું કામ તેમજ અજીતસિંહ ઘરથી રાજભાના ઘર સુધી સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગંભીરસિંહના ઘરથી કિરીટસિંહના ઘર સુધી સીસી રોડનું કામ, સોમનાથ સોસાયટી, શેરી નં. ર માં મુકેશભાઈના ઘરથી જુવાનસિંહના ઘર સુધી સીસી રોડનું કાર્ય, અજીતસિંહની દુકાનથી બાલુભાના ઘર સુધી સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ જ વિસ્તારમાં પહેલી શેરીથી વાછરાડાડાના મંદિર સુધી સીસી રોડનું કામ અને શાંતિલાલ કણઝારિયાના ઘરથી વાછરાડાડાના મંદિર સુધી સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. લક્ષ્મીનગર પારૂબેનના ઘરથી નવીનભાઈના ઘર સુધી સીસી રોડનું કામ અને વિજયભાઈના ઘરથી જાગૃતિબેનના ઘર સુધી સીસી રોડનું કામ તેમજ લીલાબેનના ઘરથી પુરણદાસના ઘર સુધી સીસી રોડનું કામ અને હરદેવસિંહના ઘર સુધી સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લક્ષ્મીનગર મેઈન રોડમાં સીસી રોડનું કામ, મારૂતિનગર શેરી નં. ૩ માં કોળી સમાજની વાડી પાસેના કોમન પ્લોટમાં પેવર બ્લોક ફિટ કરવાના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું.
શંકરટેકરીમાં કૃષ્ણ ગાર્ડન નજીક નંદ ઘરથી કેશુભાઈ છાયાના ઘર સુધી સીસી રોડનું કામ અને ઈન્દ્રભારતીબાપુના આશ્રમ પાસેની શેરીમં સીસી રોડનું કામ, રાવલ સમાજ ટ્રસ્ટની જગ્યામાં કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ તેમજ કોળી સમાજ ટ્રસ્ટની જગ્યામાં કોમ્યુનિટી હોલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સમયે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીનું સ્થાનિક અગ્રણીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર, ઉપરાંત વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા તથા શોભનાબેન પઠાણ ઉપરાંત શહેર ભાજપના અન્ય અગ્રણીઓ, વોર્ડ નંબર ૧પ ના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ-મહામંત્રી, સ્થાનિક કાર્યકરો અને અગ્રણીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial