Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર તાલુકાના મચ્છુ-બેરાજામાં સમૂહ લગ્નોત્સવઃ ૪૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

ભરવાડ સમાજ, મચ્છુ માતા દેવસ્થાન સમિતિ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર જિલ્લાના ભરવાડ સમાજ અને મચ્છુ માતા દેવસ્થાન સમિતિ દ્વારા તાજેતરમાં લાલપુર તાલુકાના મચ્છુબેરાજા ગામે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામમાં આવ્યું હતું. જેમાં ૪૭ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ પ્રસંગે પ.પૂ. રાજેન્દ્રદાસ બાપુ (મહંતશ્રી, નકલંકધામ - તોરણીયા) અને પ.પૂ. બાલારામ ભગત (બેટ-દ્વારકા) એ ઉપસ્થિત રહીને યુગલોને આશીર્વાદ આપ્યા હતાં.

આ તકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, સમાજ શ્રેષ્ઠી લાખાભાઈ ભરવાડ, વિનુભાઈ ગમારા, કરનાભાઈ માલધારી, જાદવભાઈ રાતડીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર જિલ્લા ભરવાડ સમાજ ટ્રસ્ટ અને મચ્છુ માતા દેવસ્થાન સમિતિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh