Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક તંત્ર દ્વારા ઘોર બેદરકારીનો આક્ષેપઃ ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા છે
પટણા તા. ૩૧: બિહારના નાલંદામાં શીતલા માતા મંદિરમાં નાસભાગ થતા નવ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, અને અનેક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતાના મંદિરે દર્શન કરવા ઉમટેલી ભારે ભીડમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
હાલમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ દુર્ઘટના પછી સ્થાનિક તંત્રો સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
ચૈત્ર માસનો છેલ્લો મંગળવાર હોવાથી શીતલા માતાના મંદિરે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. મંદિર પરિસરમાં પોલીસ અને વહીવટી તંત્રનો બંદોબસ્ત નહીવત હોવાનું જાણવા મળ્યું છે. દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. એકાએક ભીડ બેકાબૂ બનતા લોકો એકબીજા પર પડવા લાગ્યા હતાં, જેના પરિણામે આ ભયાનક નાસભાગ સર્જાઈ હતી.
સ્થાનિક પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર આ હોનારત પાછળ પોલીસ-પ્રશાસનની ઘોર બેદરકારી જવાબદાર છે. યોગાનુયોગ આ સમયે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ નાલંદાની મુલાકાતે છે. તેઓ નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે.
એવું કહેવાય છે કે, સમગ્ર વહીવટી તંત્રનું ધ્યાન રાષ્ટ્રપતિના કાર્યક્રમ અને સુરક્ષા વ્યવસ્થામાં હોવાને કારણે શીતલા મંદિરે પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો નહોતો, જે અંતે ઘાતક સાબિત થયો છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો, અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. તબીબોએ ૯ લોકોને મૃત જાહેર કર્યા છે, જ્યારે અડધો ડઝનથી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ઉચ્ચસ્તરીય તપાસની માગ ઊઠી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial