Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સરકારી ડેન્ટલ કોલેજ પાસે આવેલા
જામનગર તા. ૩૧: જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠકકરે સરકારી ડેન્ટલ કોલેજ પાસે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ ૧૧ દીકરીઓને દીકરી વધામણા કીટ અને આંગણવાડીની બાળકીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરી બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેલ મહિલાઓ પાસેથી તેમની કામગીરી અંગે કલેકટરએ જાણકારી મેળવી હતી તથા સંસ્થાના કાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ દીકરીઓના વાલીઓને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરેક દીકરીમાં અનંત શક્તિ સમાયેલ છે અને યોગ્ય માર્ગદર્શન તથા સંવેદનશીલ સહયોગથી તેઓ જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. સમાજના દરેક વર્ગે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે આગળ આવવું જોઈએ તેવી પણ તેમણે અપીલ કરી હતી. કલેક્ટરએ બાળકીઓ સાથે સમય વિતાવી તેમને જીવનમાં આગળ વધવા માટે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી પૂજા ડોડીયા તેમજ સખી વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial