Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના હોદ્દેદારોની બિનહરિફ વરણી થઈ છે.
તાજેતરમાં દેવભૂમિ જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ વિપુલભાઈ જોષીનું અવસાન થતાં દ્વારકા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવા પ્રમુખ તથા હોદ્દેદાોરની નિયુક્તિ માટે બેઠક ખંભાળિયા સારસ્વત બ્રહ્મસમાજની બ્રહ્મપુરીમાં રાખવામાં આવી હતી જેમાં નવા હોદ્દેદારોની બિનહરિફ નિયુક્તિ થઈ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે કાંતિભાઈ રાજગોર ઓડીચ, મહામંત્રી વ્રજલાલ વોરીયા, જીતેશભાઈ ઠાકર કારોબારીમાં કાર્તિદાબેન ઉપાધ્યાય, દર્શનભાઈ પાંઘીની નિયુક્તિ બિનહરિફ થઈ હતી તથા મહિલા પાંખમાં ફાલ્ગુનીબેન વ્યાસની નિયુક્તિ થઈ હતી.
દ્વારકા જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવા હોદ્દેદારોની નિમણૂકમાં જામનગર બ્રહ્મસમાજના પ્રફુલભાઈ વાસુ, ખંભાળિયાના વિજયભાઈ રાજ્યગુરૂ, અનિલભાઈ જોષી વિ.ના માર્ગદર્શનમાં યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ અગ્રણીઓ, મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ વિજયભાઈ બુજડ દ્વારા શુભેચ્છા પાઠવાઈ હતી.
દ્વારકા સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત પ્રમુખ કાંતિભાઈ રાજગોર ઓડીચ દ્વારા એક મુલાકાતમાં દ્વારકા જિલ્લામાં સમસ્ત બ્રહ્મસમાજના ઉત્કર્ષ તથા સંગઠન તથા વિકાસ માટે સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે તથા સામાજિક કાર્યાે પણ કરવામાં આવશે. વિશેષ પ્રસંગો સમૂહમાં ઉજવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial