Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહિત બે રાશિના જાતકોને નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે. જુના સ્વજન મિત્રવર્ગની આકસ્મિક મુલાકાત થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ધીરે ધીરે આપના કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૯
Gemini (મિથુન: ક-છ-ધ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૭
Cancer (કર્ક: ડ-હ)
આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાદ-વિવાદ, ગેરસમજ થી સંભાળવું પડે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૭-૪
Leo (સિંહ: મ-ટ)
જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામકાજમાં આપને દોડધામ-શ્રમ જણાય. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ રંગઃ મહેંદી - શુભ અંકઃ ૩-૯
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Libra (તુલા: ર-ત)
આડોશ-પાડોશના કામ અંગે, ભાઈ-ભાંડુના કામ અંગે વ્યસ્તતા જણાય. પરદેશના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામની કદર-પ્રશંસા થાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઓછી થાય. મહત્તવના નિર્ણય લઈ શકાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯
Capricorn (મકર: ખ-જ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. મોસાળપક્ષ-સાસરીપક્ષે દોડધામ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
રાજકિય-સરકારી કામકાજ અંગેની મિલન-મુલાકાત થઈ શકે. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો. આનંદ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
દિવસના પ્રારંભથી જ આપને બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૧