Advertisement
Author: નોબત સમાચાર

મકનપરમાં ખંઢેર જેવા મકાનમાંથી મળી આવી દારૂની ૩૬ બોટલઃ એકની અટક

મકનપરમાં બીજા દરોડામાં દારૂની ૯૮ બોટલ ઝડપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: દ્વારકા નજીકના મકનપરના ખંઢેર જેવા એક મકાનમાંથી દ્વારકા એલસીબીએ ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલ પકડી લઈ એક શખ્સને દબોચ્યો છે. તેણે ભાગીદારનું નામ આપ્યું છે. જ્યારે મકનપરમાં બીજા દરોડામાં એક શખ્સના મકાનમાંથી એલસીબીએ ૯૮ બોટલ કબજે કરી છે. તેણે સાગરિતનું નામ આપ્યું છે.

દ્વારકા તાલુકાના મકનપર ગામના એક શખ્સના ખંઢેર જેવા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી મુકવામાં આવ્યો હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એલસીબીએ ગઈકાલે મકનપરમાં સાગરભા ધુધાભા નાયાણી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.

આ મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૬ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે સાગરભાની અટકાયત કરાઈ છે. તેણે ઉમેશભા દોલુભા નાયાણી સાથે મળી દારૂનો જથ્થો વેચાણ માટે મંગાવ્યાની કબૂલાત આપી છે.

દેવભૂમિ દ્વારકા એલસીબીએ ગઈકાલે સાંજે મકનપર ગામમાં પાડેલા બીજા દરોડામાં જશરાજભા લાલાભા માણેકના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૮ બોટલ મળી આવી હતી. બોટલ, એક મોબાઈલ મળી રૂ।.૧,૨૭,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે અને જશરાજભાની અટકાયત કરાઈ છે. આ શખ્સે નાના ભાવડા ગામના સિદ્ધરાજભા સુમણીયાનું નામ આપ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh