Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની આકરી વેરા વસુલાત !
જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકામાં વેરો ભરપાઈ નહીં કરતા ૧૬ સોસાયટીની પાણી સપ્લાય બંધ કરવામાં આવી છે. અને વેરો ભરપાઈ નહીં થાય તો મિલકતો જપ્ત કરીને તેની હરાજી કરવાની ચિમકી પણ અપાઈ છે.
જામનગર મહાનગર પાલિકામાં અનેક આસામીઓ દ્વારા મિલકત વેરો/પાણી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.આ અંગે અનેક તક આપી છતાં વેરો નહીં ભરપાઈ કરવામાં આવતા મહાનગર પાલિકાએ લગભગ ૧૬ જેટલી સોસાયટીઓની પાણી સપ્લાય બંધ કરી દીધી હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા વેરો નહિ ભરનારા આસામીઓ નો સત્વરે વેરો ભરપાઈ કરવા સૂચના/નોટીસો આપી હતી.વ્યાજમાફી યોજનાની પણ તક આપી હતી. આમ છતાં વેરો ભરપાઈ કરવામાં નહી આવતા ગત તા.૬ માર્ચના આખરી જાહેર નોટીસ આપી સાત દિવસની સમય આપ્યો હતો અને જો સાત દિવસમાં વેરો ભરપાઈ કરવામાં નહી આવે તો પાણી સપ્લાય બંધ કરી તેમજ મિલકત જપ્તી કરી તેનું હરાજીમાં વેચાણ કરી વેરો વસૂલવામાં આવશે તેમ જણાવ્યું હતું . આમ છતાં વેરો ભરપાઇ કરવામાં નહી આવતા મહાનગર પાલિકાએ કડક પગલા લીધા છે. અને ગઈકાલે ૧૬ જેટલી સોસાયટીની પાણી સપ્લાય બંધ કરી છે.
શહેરના ગોકુલનગર ઝોન હેઠળના વિસ્તારમાં મિલકત અને પાણી વેરાની મોટી રકમ વસૂલાત માટે રીકવરીના ભાગરૂપે પાણી પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરવામાં આવેલ છે. જેમાં વોર્ડ નં-૧૫ રમેશ હાર્ડવેર વાળી શેરી, વોર્ડ નં -૧૫માં મારૂતિનગર, મથુરાનગર, લક્ષ્મીનગર તથા રવિપાર્ક ઝોન હેઠળના વોર્ડ નં -૦૬ રવિપાર્ક ટાઉનશીપ, જય દ્વારકાધીશ પાર્ક, યોગેશ્વરધામ, સ્વામિનારાયણ ધામ, વાયુનગર, શિવ ટાઉનશિપ, તિરૂપતિ પાર્ક-૨ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં આશરે ૩૭૩૭ મિલકતોનો સમાવેશ થાય છે.
આ કામગીરી આસી. કમિશનર (ટેક્ષ) જીગ્નેશ નિર્મલ અને વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલની સીધી દેખરેખ હેઠળ સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial