Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૯ માર્ચ, રવિવાર અને ચૈત્ર સુદ અગિયારસનું રાશિફળ

મિથુન સહિત ત્રણ રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવેે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામનો ઉકેલ આવવાથી દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય. ધંધામાં આકસ્મિક ઘરાકી  આવી જાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૯

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. મોસાળપક્ષે-સાસરીપક્ષે બીમારી-ચિંતાનું  આવરણ આવી જાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૭

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.  સરકારી કામ થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮

 

Cancer (કર્ક: ડ-હ)

આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામકાજમાં સરળતા  જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૯

 

Leo (સિંહ: મ-ટ)

ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના કામ  થઈ શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા  આપને સતાવ્યા કરે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૪

 

Libra (તુલા: ર-ત)

આપની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની  મીઠાશથી ફાયદો થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામની સાથે બીજું કોઈ કામ આવી જવાથી, અન્ય સહકર્મીનું કામ આવી જવાથી  આપનો કાર્યભાર વધે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં અન્યનો સહકાર મળી રહેતા રાહત જણાય. મહત્ત્વની વ્યક્તિ સાથે  મિલન-મુલાકાત લાભદાયી રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૬-૮

 

Capricorn (મકર: ખ-જ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ  કરવાની ઈચ્છા થાય નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

નોકરી-ધંધાના કામમાં, દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા રહે.  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપ આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરો.  સામાજિક-વ્યાવહારિક કામ અંગે દોડધામ રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh