Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુ પામેલા વૃદ્ધના પુત્રની પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૨૮: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધુંવાવ ગામ પાસે એક બંધ દુકાનના ઓટલે ગુરૂવારની રાત્રે નિદ્રાધીન થયેલા એક વૃદ્ધને કચડી નાખીને અજાણ્યું વાહન નાસી ગયું છે. ઓટલા પરથી નીચે ફેંકાયેલા આ વૃદ્ધના મ્હોં પરથી આ વાહનનું ટાયર ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલા વૃદ્ધના પુત્રએ અકસ્માત સર્જનાર વાહનના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધુંવાવ ગામ પાસે ધીંગેશ્વર મંદિર તરફ જવાના રસ્તા પર ગુરૂવારની રાત્રે ઓસમાણભાઈ અલીભાઈ મોગલ (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ એક બંધ દુકાનના ઓટલા પર નિદ્રાધીન થયા હતા. તે દરમિયાન રાત્રે ત્રણેક વાગ્યે કોઈ અજાણ્યું વાહન તેઓને હડફેટે લઈ નાસી છૂટ્યું હતું.
ઓટલા પરથી નીચે પછડાયેલા ઓસમાણભાઈના માથા પરથી આ વાહનનું ટાયર ફરી વળ્યંુ હતું. તેથી તેઓને માથા તથા જડબાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર મહંમદ હુસેન મોગલે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial