Advertisement
Author: નોબત સમાચાર

બેટ દ્વારકામાં ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાયો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૫: આગામી હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ દરમ્યાન રસ્તા પરના ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાની રૂએ તા. ૨૬-૨-૨૬ના સવારના ૮ થી તા. ૫-૩-૨૬ના રાત્રિના ૮ સુધી બેટ દ્વારકા શહેરમાં સુદર્શન સેતુના ઓખા તરફ આવેલ છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી સરકારી એસ.ટી.બસ સિવાય ખાનગી બસો તથા ભારે તમામ વાહનો માટે પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામું ઈમરજન્સી વાહનોને તથા પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા મંજુરી આપવામાં આવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh