Advertisement
Author: નોબત સમાચાર

એસ્સાર દ્વારા કજુરડા ગામ નજીક પદયાત્રા સેવા કેમ્પ ખુલ્લો મૂકાયોઃ યુવરાજ અજય જાડેજાના હસ્તે ઉદ્દઘાટન

ભોજન, પાણી, વિશ્રામ સાથે મેડિકલ સહાય સહિતની સેવાઓ ઉપલબ્ધઃ ભાવેન ભટ્ટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: એસ્સાર ગ્રુપ દ્વારા દ્વારકા ફૂલ-ડોલ મહોત્સવ પદયાત્રી સેવા કેમ્પ જામનગરના યુવરાજ અજય જાડેજા દ્વારા ખુલ્લો મૂકાયો છે.

એસ્સાર ગ્રુપ દ્વારા તેના કજૂરડા ગામ પાસે સ્થિત પાવર પ્લાન્ટના મુખ્ય ગેટ સામે શ્રી દ્વારકા ફૂલ-ડોલ મહોત્સવમાં સહભાગી થવા જઈ રહેલા પદયાત્રીઓની સેવા અર્થે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા કેમ્પનું ઉદ્દઘાટન ભારતના જાણીતા પૂર્વ ક્રિકેટર અને જામનગરના યુવરાજ અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉદ્દઘાટન સમારંભમાં એસ્સાર ગ્રૂપના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત આજુબાજુના ગામના સરપંચો, અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા. તારીખ ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી દરમ્યાન આયોજિત આ સેવા કેમ્પ દરમિયાન અંદાજે ૧ લાખ ભાવિકો ઉપરોક્ત સેવાઓનો લાભ લેશે તેવો અંદાજ છે.

આ પ્રસંગે જામનગર યુવરાજ અજય જાડેજાએ એસ્સાર ગ્રુપના આ સેવા કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે ''હવેના સમયમાં આવી સામાજિક જવાબદારીઓનું નિર્વહન કોર્પોરેટ્સ દ્વારા કરવામાં આવે છે જે ખૂબ સરાહનીય છે. સાથે જ યુવરાજે જણાવ્યું હતું કે આવા કોઈ પણ સામાજિક સેવા કાર્યમાં સહભાગી થવા તેઓ હંમેશાં ઉપલબ્ધ છે.''

આ અંગે વધુ માહિતી આપતા એસ્સાર ગ્રુપના રેસિડેન્ટ ડિરેક્ટર ભાવેન ભટ્ટે જણાવ્યું હતું કે ''એસ્સાર ગ્રુપ એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકેની ફરજ બજાવતા છેલ્લા ૩ વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરી રહૃાું છે, જે દરમ્યાન આ રૂટ ઉપર પસાર થતા લાખો શ્રદ્ધાળુઓ ભોજન, પાણી, આરામ અને મેડિકલ સહાય જેવી સેવાઓનો લાભ લે છે. જનસેવા એજ પ્રભુસેવાના નેમ સાથે આયોજિત આ કેમ્પને આસપાસના આગેવાનો અને ગ્રામજનોનો પણ સહયોગ અને અદ્દભુત પ્રતિસાદ મળી રહૃાો છે. અમે આવા વધુ આયોજનો કરી સ્થાનિક લોકોની સેવા માટે હરહંમેશ કટિબદ્ધ રહીશું.''

શ્રી દ્વારિકાધીશના ફૂલ-ડોલ ઉત્સવ અને દર્શન લાભમાં અનેરા ઉત્સાહ સાથે સહભાગી થવા જઈ રહેલા ભાવિકો આ સેવા કેમ્પની સેવાઓ લેવા ઉપરાંત અહીં ગરબા અને નૃત્ય દ્વારા પોતાની ભક્તિનું રસપાન સહુને કરાવતા જાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh