Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખના પતિ વિરૂદ્ધ મહિલા સફાઈ કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ

ઘન કચરાના નિકાલ અંગે યોજાયેલી બેઠકમાં ડખ્ખો

                                                                                                                                                                                                       

ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયા નગરપાલિકા દ્વારા તાજેતરમાં અહીંની એક ખાનગી હોટલમાં ઘન કચરાના નિકાલ અંગે ખાસ શિબિર રાખવામાં આવેલ હતી, જેમાં પાલિકાના રોજમદાર મહિલાકર્મી મંજુબેન કારાભાઈ પીંગળ (ઉ.વ. પ૦) એ ડખ્ખો કર્યો હતો, જે મામલો પોલીસમાં પહોંચતા વાતાવરણ ગરમાયું હતું.

મંજુબેન કારાભાઈ પીંગળ દ્વારા ખંભાળીયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના પતિ મોહિતભાઈ મોટાણી સામે એસ્ટ્રોસિટીની વિવિધ કલમો તથા બીએનએસની કલમો હેઠળ ખંભાળીયા પોલીસમાં ફરિયાદ કરી તેઓને કાયમી ના કરાતા તથા પી.એફ. તથા પગાર વધારાના પ્રશ્નો અંગે નિરાકરણ ના આવતા કલ્યાણ હોટલમાં મિટિંગ ચાલુ હતી જેનું મોબાઈલમાં રેકોર્ડીંગ કરતા ફરિયાદી સાથે ઝઘડો કરીને મોહિતભાઈએ હાથમાં ઈજા કર્યાની ફરિયાદ કરતા એસસી, એસટી સેલ ડીવાયએસપી વિસ્મય માનસેતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જો કે, અગાઉ પણ મંજુબેન દ્વારા આંદોલનો દિવસો નહીં મહિનાઓ સુધી થયા હતાં તથા વિવિધ આંદોલનોની ધમકીઓ અપાઈ હતી, પણ ઘન કચરાની મિટિંગમાં ખાનગી હોટલમાં રજૂઆત કરવા જવાની બાબત પણ ચર્ચાય રહી છે, તો મોબાઈલનું રેકોર્ડીંગ કરવા બાબતે એસ્ટ્રોસિટીની ગંભીર ફરિયાદ પણ ચર્ચાસ્પદ બની છે. પાલિકાની મુદ્દત પૂર્ણ થઈ છે અને વહીવટદાર શાસન આવી ગયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh