Advertisement
Author: નોબત સમાચાર

શિક્ષણ જગતના અગિયાર મહત્ત્વના પ્રશ્નોના ઉકેલ માટે અલ્ટીમેટમઃ સત્યાગ્રહની ચિમકી

ગુજરાત રાજ્ય શૈક્ષણિક/બીન શૈક્ષણિક કર્મચારી સંઘ સંકલન સમિતિ દ્વારા

                                                                                                                                                                                                       

ખંભાળિયા તા. ૧રઃ ગુજરાત ાજ્ય માધ્યમિક તથા ઉ.મા. શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને વિવિધ ૧૧ પડતર પ્રશ્નો અંગે અલ્ટીમેટમ આપીને આગામી જૂન ર૬ થી નવું સત્ર શરૂ થતા પહેલા નહીં ઉકેલાય તો ગાંધીચીંધ્યા માર્ગે સત્યાગ્રહની અને આંદોલનની ચિમકી આપતા ભારે ચર્ચા જાગી છે.

આચાર્યો, શિક્ષકો મા. અને ઉ.મા. તથા બીન શૈ. સ્ટાફના તમામ કર્મચારી મંડળો દ્વારા સામૂહિક રીતે આ સંઘ સંકલન સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્ત્વના અગિયાર પ્રશ્નોમાં ગ્રાન્ટેડ શાળાના આચાર્ય તથા જુના શિક્ષક તરીકે શાળા બદલના શિક્ષકોને એક વર્ષથી વધુ સમય થવા છતાં ઓ.પી.એસ.નો લાભ અપાયો નથી. ૧૭૦૦ ક્લાર્ક તથા ર૦૦૦ પટાવાળાઓની ખાલી જગ્યા છે જેમાં આઉટ સોસીંગથી પણ ભરતી થઈ નથી. એન.પી. રોકડ રૂપાંતર પણ જિ.શિ.ના મોટા અર્થઘટનથી અટકાવી દેવાયું છે.

રાજ્યની શાળાઓમાં ચાર હજાર જેટલા જ્ઞાન સહાયકો કામ કરે છે. જેમની મુદ્ત તા. ૩૦-૪-ર૦ર૬ ના પૂર્ણ થશે તથા વર્ગ વધારા નિવૃત્તિને લીધે સાત હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ એપ્રિલમાં ખાલી થવાની છે. આ તમામ ખાલી જગ્યાઓ પર નવા શૈક્ષણિક સત્ર પહેલા ભરતી કરવા માગ છે, જેનો ઉકેલ થયો નથી. આયોજન પણ થયું નથી.

રાજ્ય સરકાર દ્વારા પી.એમ.જે.એ.વાય., યોજનામાંનું કાર્ડનો લાભ ગ્રાન્ટેડ શાળાને આપવાનો છે, પણ હજુ સુધી મળ્યો નથી. રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકનો અનુભવ લઈને આચાર્ય થનારને આગળ જતા પગારમાં નુક્સાન થાય છે. આચાર્યમાં એક જ ઉ.પ.ધો. મળે જ્યારે શિક્ષકોને પણ મળતા હોય આચાર્ય બનનાર શિક્ષકની નોકરી સળંગ ગણીને તેમને પણ ત્રણ ઉચ્ચતર પગાર ધોરણ આપવા જોઈએ.

તા. ૧-૪-ર૦૦પ પહેલા જાહેરાત આવેલ હોય તથા આવા કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવાના હુકમમાં પણ પપ૦ થી વધુ કર્મચારીઓને અન્યાય થયો હોય, જે દૂર કરવો જોઈએ. રાજ્યમાં ૯૦ કરતા ઓછી તથા બે વર્ગની શાળાઓને સ્માર્ટ ક્લાસ તથા કોમ્પ્યુટર લેબોરેટરી આપવાની જાહેરાતને એક વર્ષથી વધુ સમય થવા છતાં હજુ કંઈ કાર્યવાહી થઈ નથી.

જુના શિક્ષકોને સિનિયોરિટીના લાભમાં વતનના સ્થળે ખાલી જગ્યાઓ પર મૂકવામાં આવેલ તે મુજબ આચાર્યોને પણ સિનિયોરિટીના ધોરણે ભરતી-બદલીનો લાભ આપવાની માગ પૂર્ણ થઈ નથી. સરકારી શાળામાં જેમ સરાસરી હાજરીની કોઈ મર્યાદા નથી તેવી રીતે ગ્રાન્ટેડ શાળામાં પણ આવો નિયમ કરવામાં આવે તો અંતરિયાળ, ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાન્ટેડ શાળા બની શકે તેમ છે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દસ ખાસ રજાઓ પાંચ વર્ષની પ૦ આપવાનું નક્કી થયું તે ફિક્સ પગારના કર્મચારીને આપવી.

જો આ પ્રશ્નોના નિરાકરણ આગામી જૂન ર૬ ના નવા શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા નહીં આવે તો તમામ સંઘો દ્વારા સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh