Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલીને દ્વારકા જતો હતો ત્યારે કાલાવડમાં રોકી લેવાયોઃ
જામનગર તા. ૨૭: મોરબીના ટંકારા તાલુકાના હડમતીયા ગામના એક યુવાન અન્ય લોકો સાથે ચાલીને દ્વારકા દર્શનાર્થ જવા નીકળ્યા પછી કાલાવડ પહોંચ્યા ત્યારે બે શખ્સે તેઓને પકડી લઈ પોતાના ઘરે લઈ જઈ લાકડીથી લમધારી નાખી એક હાથ તથા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. આ યુવાન એક યુવતી સાથે નાસી ગયો હતો તેનો ખાર રાખી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં વસવાટ કરતા ચેતનભાઈ નાગજીભાઈ વાંઝા (ઉ.વ.૩૩) નામના યુવાન થોડા સમય પહેલાં કાલાવડના રણુજા ગામની એક યુવતી સાથે ભાગી ગયો હતો. ત્યારથી યુવતીના પરિવારજનો ચેતનભાઈ પર ખાર રાખીને બેઠા હતા.
તે દરમિયાન પોતાના ગામથી દ્વારકા ચાલીને જવા નીકળેલા ચેતનભાઈ બુધવારે સાંજે આઠેક વાગ્યે જ્યારે કાલાવડ પાસે પહોંચ્યા ત્યારે મેરૂભાઈ દાડમભાઈ કાનાણી તથા બળવંત દાડમભાઈ કાનાણી નામના બે શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ ચેતનભાઈને પકડી લીધા પછી ઘરે લઈ જઈ લાકડીઓથી આડેધડ માર માર્યાે હતો. ઈજા પામેલા ચેતનભાઈને ડાબા પગમાં અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયા છે. આ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. તેઓએ ગઈકાલે રાત્રે કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મેરૂભાઈ તથા બળવંત કાનાણીની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial