Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ખુદ ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરીઃ
જામનગર તા. ૨૭: જામનગરના બેડીમાં જૂના બંદરની જેટી પર ગઈકાલે માછીમારી કરીને આવેલી એક બોટમાં તેનું નામ કે રજીસ્ટ્રેશન નંબર લખેલા જોવા ન મળતા આ માછીમાર સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના બેડી નજીકના જૂના બંદર પર જેટીમાં ગઈકાલે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન આઈએનડી જીજે-૧૦-એમએમ ૩૨૬૯ નંબરની અને અલ-નિસ્બત નામની બોટ જેટી પર આવી હતી.
આ બોટ પર તેનું નામ કે રજીસ્ટ્રેશન નંબર લખ્યા ન હોય તેમ છતાં માછીમારી કરાતી હોવાનંુ જણાઈ આવતા બેડીની નવી મચ્છીપીઠ પાસે રહેતા હાજી ઈબ્રાહીમ ગાધ નામના માછીમાર સામે પોલીસે ફીશરીઝ એક્ટની કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial