Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભવન્સ શ્રી એ.કે. દોશી વિદ્યાલયમાં
જામનગર તા. ૪: જામનગર સ્થિત ભવન્સ એ.કે. દોશી વિદ્યાલયના વિશાળ પ્રાંગણમાં પ્રિ-પ્રાયમરી તથા પ્રાયમરીના ભૂલકાઓ માટે હિંચકા, લપસિયા સહિત વિવિધ રમતગમતની સુવિધાઓ ધરાવતા આધુનિક પાર્કનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાળકોના શારીરિક વિકાસ તથા આનંદમય શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુસર આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાળકોના શારીરિક વિકાસ તથા આનંદમય શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુસર આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન હિમાંશુભાઈ દોશી, વાઈસ ચેરમેન નિમીષભાઈ દોશી, સેક્રેટરી જ્યોતિન્દ્રભાઈ વછરાજાની, મેનેજીંગ કમિટીના ચેરમેન મહેશભાઈ સારડા, ટ્રેઝરર રજનીકાંતભાઈ પ્રાગડા તેમજ કમિટી મેમ્બર્સ જયેશભાઈ ભાઉ, જયેનભાઈ શાહ, એ.કે. દોશી મહિલા કોલેજ પ્રિન્સિપાલ ચેતનાબેન ભેંસદડિયા, એચ.જે. દોશી આઈ.ટી. કોલેજ પ્રિન્સિપાલ તોસીફખાન પઠાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન રોબોટ રહ્યું હતું. આ રોબોટની મદદથી તથા આદરિયણ ચેરમેન હિમાંશુભાઈ દોશીના વરદ્ હસ્તે પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવોએ અને અન્ય ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું તથા ઉપસ્થિત તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ તાલીઓના ગડગડાટ સાથે આ અદ્ભુત ક્ષણને વધાવી લીધી હતી, તેમ ભવન્સ શ્રી એ.કે. દોશી વિદ્યાલયના પ્રિન્સિપાલ ડાયરેક્ટરએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial