Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં વિઠ્ઠલાણી પરિવાર દ્વારા ઉજવાશે ત્રિવિધ ધર્મોત્સવઃ અન્નકુટ, હવન અને રઘુવંશીઓ માટે ઊભી ધામ યોજાશે

તા. ૧૯ અને ૨૦મી એપ્રિલે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: આગા મી તા. ૧૯ તથા ૨૦ એપ્રિલે ત્રિવિધ ધર્મોત્સવ ઉજવાશે. જે અંતર્ગત જગાડાડાના સ્થાનકે હોમ હવન તથા હવન અને રઘુવંશીઓ માટે ઊભી ધામ યોજાશે.

રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન, રાજ રાજેશ્વરી કુળધાત્રી સમસ્ત વિઠ્ઠલાણી પરિવારના કુળદેવી શ્રી સિકોતેર માતાજી તેમજ શ્રી સુરાપુરા જગાડાડાની પ્રેરણાથી સમસ્ત વિઠ્ઠલાણી કુટુંબના કલ્યાણાર્થે દ્વારકા-જામનગર હાઈ-વે, વાચ્છુમાં આવેલા શ્રી જગાડાડાના સ્થાનકે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવનનું ભવ્ય આયોજન આગામી તા. ૧૯-૪-૨૬ (અખાત્રીજ)ને રવિવારના શ્રી સિકોતેર માતાજીના ચરણોમાં ભવ્ય અન્નકુટ મનોરથથી કરવામાં આવશે.

તા. ૨૦-૪-૨૬ને સોમવારે શ્રી જગાડાડાના સાનિધ્યમાં વૈદિક હવન યજ્ઞ તેમજ ઊભી ધામનું આયોજન કરાયું છે. બીડું હોમવાનો સમય તા. ૨૦મીએ સાંજે ૪ કલાકે તેમજ ત્યાર બાદ ઓખામંડળ તેમજ બારાડી વિસ્તારના સમસ્ત લોહાણા મહાજન ઊભી ધામનું આયોજન સાંજે ૭ કલાકે શ્રી જગાડાડા ધામ, જામનગર હાઈ-વે, વાચ્છુમાં કરવામાં આવેલ છે. આ પાવન પ્રસંગે સર્વે કુટુંબીજનોએ પોતાની બહેન, દીકરીઓ સાથે અલૌકિક લાભ લેવા આમંત્રણ છે.

હવનમાં બેસવાની ઈચ્છા ધરાવનાર કુટુંબીજનોએ પોતાના નામ શરદભાઈ વિઠ્ઠલાણી (મો. ૯૮૭૯૭ ૬૯૮૩૮), ધવલભાઈ આર. વિઠ્ઠલાણી (મો. ૯૪૨૮૧ ૨૬૮૨૧), મનસુખભાઈ વિઠ્ઠલાણી (મો. ૯૬૬૨૯ ૪૧૧૭૦), વિજયભાઈ એમ. વિઠ્ઠલાણી (મો. ૯૨૭૫૧ ૯૦૮૦૭) ને તા. ૧૫-૪-૨૬ સુધીમાં નોંધાવી આપવાના રહેશે. જે નામો આવશે તે બધા વચ્ચે તા. ૧૬-૪-૨૬ના સાંજે ૭ કલાકે જગતમંદિરમાં આવેલા વિઠ્ઠલાણી પરિવારના કુળદેવી શ્રી સિકોતેર માતાજીના સાનિધ્યમાં ચીઠ્ઠી નાખવામાં આવશે. જેઓના નામ આવશે તેઓને હવનના યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થશે.

ગત વર્ષે જે દંપતીએ હવનની પૂજાનો લાભ લીધેલ હોય તેમણે આ વર્ષે નામ ન લખાવવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh