Advertisement
Author: નોબત સમાચાર

ઓનલાઈન સંસ્કૃત ઓલિમ્પિયાડમાં દ્વારકાની વસઈ પ્રા.શાળાને ૬ મેડલ્સ

 બે ગોલ્ડ, બે સિલ્વર, બે બ્રોન્ઝ મેળવી દ્વારકાનું ગૌરવ વધાર્યુ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૮: કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય આયોજીત ઓનલાઈન સંસ્કૃત ઓલિમ્પિયાડમાં દ્વારકાની વસઈ પ્રાથમિક શાળાનો દબદબો જોવા મળ્યો છે. ૬ વિદ્યાર્થીઓએ મેડલ્સ મેળવ્યા છે.

કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દિલ્હી દ્વારા તાજેતરમાં આયોજીત ઓનલાઈન સંસ્કૃત ઓલિમ્પિયાડમાં દ્વારકાની વસઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરતા ર ગોલ્ડ, ર સિલ્વર અને ર બ્રોન્ઝ મેડલ જીતી ઉત્કૃૃષ્ટ પ્રદર્શન સાથે રાષ્ટ્રીય સ્તરે દ્વારકા પંથકનું નામ રોશન કર્યુ છે.

રાષ્ટ્રીય સ્તરના ઓનલાઈન ઓલિમ્પિયાડમાં વસઈ પ્રાથમિક શાળાના ધોરણ-૭ તથા ધોરણ-૮ ના કુલ ૬ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ મેડલ્સ મેળવી અગ્રસ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેમાં ધોરણ-૭ માંથી સુમાણી હિરલ જાખરાભાએ ગોલ્ડ મેડલ, માણેક રવુભા દેવુભાએ સિલ્વર મેડલ તથા માણેક પૂનમ દેવુભાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ધોરણ-૮ માંથી માણેક સીયા ભીખાભાએ ગોલ્ડ, માણેક સેજલ રાજાભાએ સિલ્વર તથા માણેક અસ્મિતા પાલાભાએ બ્રોન્ઝ મેડલ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે. રીમોટ એરીયાની નાનકડી શાળાના વિદ્યાર્થીઓએ શાળાના સંસ્કૃત શિક્ષક ડો. દુષ્યંત રવિન્દ્રભાઈ અત્રિના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા શાળાના આચાર્ય જગદીશભાઈ ગામેતી, શાળા શિક્ષકગણ તેમજ એસએમસી સમિતિના સભ્યો દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તેમજ વાલીગણ અને ગ્રામજનોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh