Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રીરામ જન્મોત્સવ, ભજન અને ભોજન સહિતના કાર્યક્રમો
જામનગર તા. ૮: શ્રીરામ કથાનું ભવ્ય આયોજન તા. ૮-૪ થી તા. ૧૬-૪ સુધી દરરોજ બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૩૦ વાગ્યા દરમ્યાન શ્રી ચૈતન્ય હનુમાન મંદિર, કનખરા ફાર્મ, સમાણા રોડ, ધોરીવાવ પહેલા, લાલપુર બાયપાસ ચોકડીથી રણજીતસાગર રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે. કથા વિરામ પછી દરરોજ સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી ભાવિક ભક્તોને શ્રીરામ પ્રસાદ (ભોજન) પીરસવામાં આવશે. શાસ્ત્રી કે.પી.બાપુ (કાલાવડ) વ્યાસાસને બીરાજીને કથાનું રસપાન કરાવશે. જેમાં તા. ૮ ના બપોરે ૨:૧૫ વાગ્યે દેહશુદ્ધિ અને પોથી પધરામણી, બપોરે ૩:૩૦ વાગ્યે કથાનો પ્રારંભ, તા. ૯ના બપોરે ૩ વાગ્યે મંગલાચરણ, કલાકાર પ્રહલાદભાઈ કણઝારીયા, રામભાઈ ચારણ અને દિનેશભાઈ નંદા સંતવાણી રજૂ કરશે. તા. ૧૦ના સાંજે ૫ વાગ્યે શિવ વિવાહ, રાત્રે ૯ થી ૧૨ શ્રી સીતારામ બાપુ રણજીતનગર સુંદરકાંડ મંડળ-જામનગર દ્વારા સુંદરકાંડના પાઠ, તા. ૧૧ના સાંજે ૫ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ, રાત્રે ૯ થી ૧૨ ખિમલીયા મિત્ર મંડળ દ્વારા શ્રીરામ ધૂન,તા. ૧૨ના સાંજે ૪ વાગ્યે શ્રીરામ વિવાહ, રાત્રે ૯ થી ૧૨ દડિયા ગોપી સત્સંગ મંડળનો કાર્યક્રમ, તા. ૧૩ના સાંજે ૪ વાગ્યે ભરત મિલાપ (પાદુકા પૂજન), તા. ૧૪ના સાંજે ૪ વાગ્યે શ્રી અરણ્યકાંડ (માતા શબરી પ્રસંગ), રાત્રે ૯ થી ૧૨ શ્રી બાલા હનુમાન મંદિરના સેવકો દ્વારા શ્રીરામ ધૂનનો કાર્યક્રમ, તા. ૧૫ના સાંજે ૪ વાગ્યે શ્રી હનુમાન ચરિત્ર, તા. ૧૬ના સાંજે ૬ વાગ્યે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ પૂજા, શ્રીરામ રાજ્યાભિષેક કરવામાં આવશે. સર્વ ભક્તજનોને આ કાર્યક્રમનો લાભ લેવા મહંત રતનગીરી (ગુરૂ વૈભવગીરી મહારાજ) શ્રી ચૈતન્ય હનુમાન દાદા મંદિર અને સર્વે ભક્તો દ્વારા જાહેર અનુરોક કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial