Advertisement
Author: નોબત સમાચાર

હથિયારો સાથે જાહેરમાં ફરવા, સભા યોજવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધઃ જાહેરનામું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત હથિયારબંધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાના કુલ ૬ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ ને રવિવારના યોજાનાર છે. તા.૦૧/૦૪/૨૦૨૬થી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇપણ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યક્તિ/સંસ્થા ચૂંટણી સબંધી સભા, સરઘસ/રેલી કે તેવા કોઇપણ કાર્યક્રમનું આયોજન કરી શકે તેમ છે. આ ચૂંટણીનું મતદાન મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો રાજ્ય ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી સબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુક્ત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી. આથી ચૂંટણી સંબંધી વિસ્તારોમાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી શારદા કાથડ દ્વારા હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામાં મુજબ આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાથે જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા પંચાયત તથા જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ધ્રોલ અને જોડિયા એમ કૂલ ૬ તાલુકા પંચાયતના વિસ્તારમાં હથિયાર સાથે કોઇ સરઘસ કાઢવા, સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે જાહેર સ્થળે ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું ફરજની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા તથા સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજુર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ, તમામ મેજીસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્ષ, સેન્ટ્રલ એક્સાઇઝ, પોર્ટ, રેલવે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓ, ફરજની રૂએ જેમને હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા હોમગાર્ડના જવાનોને લાગુ પડશે નહી.

આ હુકમ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh