Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૧ ફેબ્રુઆરી, શનિવાર અને ફાગણ સુદ ચોથનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને ધારણા પ્રમાણેનું કાર્ય થાય. અગત્યના કામ અંગેની મિલન-મુલાકાત થાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. દોડધામ-શ્રમમાં  ઘટાડો જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૫

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

રાજકિય-સરકારી, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. વાદ-વિવાદ, ગેરસમજથી સંભાળવું  પડે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૩

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સરળતા જણાય.  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ જણાય. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૨

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં ઉતાવળ  ન કરવી.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

 

Libra (તુલા: ર-ત)

આપના અનુભવ-મહેનત-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં  સરળતા રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. સાસરીપક્ષના કામ  અંગે દોડધામ રહે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૬-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ  શકાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૧

 

Capricorn (મકર: ખ-જ)

દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. સિઝનલ- વાયરલ બીમારીથી સંભાળવું  પડે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૩

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના કામ થાય.  દોડધામ રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh