Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તેમજ ધ્રોલ, જામજોધપુર, કાલાવડમાં જુગારના ૧૬ દરોડા

૮ મહિલા અને ૮ર શખ્સ તીનપત્તી રમતા પકડાયાઃ રોકડ, મોબાઈલ, બાઈક મળી રૂપિયા સવા ચાર લાખનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના બેડેશ્વર, કૈલાસનગર તેમજ ધ્રોલના રોજીયા, લૈયારા, નથુવડલા ગામ ઉપરાંત કાલાવડા મકાજી મેઘપર, જામજોધપુરના બુટાવદર, પાટણ, લાલપુરના સણોસરી તેમજ જામનગર નજીકના દરેડમાં પોલીસે શનિ તથા રવિવારના દિવસે જુગારના પાડેલા ૧૬ દરોડામાં આઠ મહિલા સહિત ૯૦ વ્યક્તિ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે. કુલ ૪૨૭૨૮૫નો મુદ્દામાલ કબજે કરાયો છે.

જામનગરના બેડેશ્વરમાં ખોળમીલના ઢાળીયા પાસે રામનગરમાં ગઈકાલે રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા પંકજ શ્રીજેકરણસિંગ યાદવ, કુલદીપ છોટેલાલ કુશવાહ, રોહીત ધીરજલાલ કુશવાહ, અંકિત રણજીતસિંગ, શૈલેન્દ્ર ભૈયાલાલ રાજપૂત, ચંદ્રભાળસિંગ શિવસિંગ કુશવાહ, મોહિત ચિરંજીલાલ કુશવાહ, અજીતસિંગ વિજયસિંગ કુશવાહ, સંદીપ રામપ્રસાદ ગૌતમ, આશિષ શેષનારાયણ ખટીક નામના દસ શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે પકડી લઈ રૂ.૧૪ હજાર રોકડા કબજે લીધા છે.

ત્યાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં કિશન હસમુખભાઈ ચાવડા, યુસુફ કાસમ જેડા, વિપુલ ગોગનભાઈ લીંબડ નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા ઝડપાયા છે. પટમાંથી રૂ.૧૧ હજાર રોકડા કબજે કરાયા છે.

ધ્રોલ તાલુકાના જાલીયા માનસર ગામમાં ગઈરાત્રે જુગાર રમતા અમરશીભાઈ ધરમશીભાઈ સોલંકી, ગીરધરભાઈ વેરશીભાઈ સોલંકી, ગોપાલભાઈ ખીમજીભાઈ રામોલીયા, ખેંગારભાઈ મકુભાઈ સોલંકી નામના ચાર શખ્સને પોલીસે રૂ.૧૦૪૫૦ સાથે પકડી પાડ્યા છે.

કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં ગઈકાલે રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા અંકિત કાંતિભાઈ કોટડીયા, જગદીશ વિઠ્ઠલભાઈ કોટડીયા, ધીરૂભાઈ નાગજીભાઈ મેનપરા, હસમુખ લીંબાભાઈ ગમઢા, મહેશ ધીરૂભાઈ શિંગાળા, ચીમનભાઈ વલ્લભભાઈ કોટડીયા, જીવણભાઈ વેરશીભાઈ ગમારા, દાનાભાઈ નાગશીભાઈ ગમારા નામના આઠ શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૪૦૩૮૦ કબજે લીધા છે.

ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા કિશોરસિંહ બહાદુરસિંહ જાડેજા, સીકંદર ઈસ્માઈલ ખેરાણી, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, જયપાલસિંહ સહદેવસિંહ જાડેજા, હનીફ બોદુભાઈ ખીરા નામના પાંચને પોલીસે રૂ.૨૧૪૫૦ સાથે પકડી લીધા છે.

કાલાવડ તાલુકાના ડેરી ગામમાં શનિવારે રાત્રે તીનપત્તી રમતા રાજપાલસિંહ રામદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ સહદેવસિંહ જાડેજા, રામદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, લખુભા ગોપાલસિંહ જાડેજા, દિગુભા ઉદુભા જાડેજા, કાનાભાઈ ઘોઘાભા માટીયા, વિપુલ રવુભા રાઠોડ નામના સાત શખ્સને પોલીસે ૧૩૨૩૦ સાથે પકડી લઈ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના કૈલાસ નગરની શેરી નં.પમાં શનિવારે રાત્રે જુગાર રમતા રાજેન્દ્ર ભાણજીભાઈ તાળા, સંજય ધનજીભાઈ વેકરીયા, શોભનાબેન યોગેશભાઈ કોઠીયા, જીજ્ઞાબેન રાજેશભાઈ સુદાણી, ગીતાબેન સંજયભાઈ વેકરીયા, પ્રજ્ઞાબેન ચંદ્રેશભાઈ ધામેલીયા, રૂપલબેન હિતેશભાઈ તરાવીયા, કાંતાબેન મનસુખભાઈ ઘાડીયા નામના છ વ્યક્તિ રૂ.૧૦૪૬૫ સાથે પકડાઈ ગયા છે.

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં શનિવારે રાત્રે ગંજીપાનાથી જુગાર રમતા કુલદીપગીરી ધર્મેન્દ્રગીરી ગોસાઈ, જયેશ લાલુભાઈ માવી, હસમુખ અમરશીભાઈ કગથરા, કરણાભાઈ ડાયાભાઈ મેવાડા, મોમભાઈ ડાયાભાઈ બાંભવા નામના પાંચ શખ્સ રૂ.૧૪૫૦૦ રોકડા, ચાર મોબાઈલ, એક બાઈક સાથે ઝડપાઈ ગયા છે.

ધ્રોલના ચામુંડા પ્લોટમાં શનિવારે રાત્રે જુગાર રમતા મેરામણ રામાભાઈ ગમારા, લાલાભાઈ ભુરાભાઈ ગમારા, કાનાભાઈ બાબુભાઈ ગમારા, કરણાભાઈ મેરાભાઈ વરૂ, કિશન કારાભાઈ લાબડીયા નામના પાંચ શખ્સ રૂ.૮૩૦૦ સાથે ઝડપાયા છે.

લાલપુર તાલુકાના સણોસરી ગામમાં શનિવારે બપોરે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પાડેલા દરોડામાં રમેશભાઈ ધાનાભાઈ ખરા, જગુભાઈ મારખીભાઈ ડાંગર, નાથાભાઈ મેઘાભાઈ સાગઠીયા, સેજાભાઈ નારણભાઈ ખાંટ નામના શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૧૦૨૬૦ રોકડા કબજે કરી ચારેય સામે ગુન્હો નોંધ્યો છે.

ધ્રોલ તાલુકાના રોજીયા ગામની સીમમાં શનિવારે સાંજે જાહેરમાં રોનપોલીસ રમતા રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા, હેમરાજ શિવાભાઇ ભાલોડીયા, દામજીભાઈ હરિભાઈ ભેંસદડીયા, હરેશ મધુભાઈ ભાલોડીયા, ગોવિંદભાઈ લીલાભાઈ દેલવાડીયા નામના પાંચ શખ્સ રૂ.૫૧,૮૦૦ રોકડા, પાંચ મોબાઇલ, બે મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૬૧,૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.

જામનગર નજીકના દરડમાં મહાદેવ ગેસ એજન્સી પાછળ શનિવારે સાંજે જાહેરમાં તીનપતી રમતા જયસુખ હંસરાજભાઈ ઢોલરીયા, રાજેશ ઝીણાભાઈ વિરાણી, નારદભાઈ જેરામભાઈ ઢોલરીયા, ઓધવજીભાઈ હરજીભાઈ ઢોલરીયા નામના ચાર શખ્સને પોલીસે રૂ.૨૦,૩૫૦ રોકડા સાથે પકડી લીધા છે.

જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં શનિવારે બપોરે જુગાર રમતા દેવાભાઈ નરશીભાઈ સરવૈયા, ભગાભાઈ કારાભાઈ સરવૈયા, મેરૂભાઈ ચનાભાઇ સોલંકી, જીવાભાઇ રામદેભાઇ પરમાર, દિનેશભાઈ ઉકાભાઇ ધામેચા, ભીખાભાઈ કરણાભાઈ ગાંગલીયા, લાલાભાઇ રવજીભાઈ સિંહોરા નામના સાત શખ્સને પોલીસે પકડી પાડી રૂ.૧૨,૬૫૦ રોકડા કબજે લીધા છે.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામની સોસાયટીમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા રણજીત વાલાભાઈ મકવાણા, મનોજ રણજીતભાઈ મકવાણા, ચંદ્રિકાબેન કાનાભાઈ મકવાણા, મંજુબેન રણજીતભાઈ મકવાણા, ભાનુબેન ભીખાભાઈ સોલંકી, સોનલબેન રાજુભાઈ વારંગિયા નામના છ વ્યક્તિને પોલીસે પકડી લઈ રૂ.૫૪૫૦ સાથે ઝડપી લીધા છે.

જામજોધપુરના વાવડીયાનેસમાં શનિવારે રાત્રે ગંજીપાના કૂટતા સુરેશ ભીખુભાઈ ડાભી, વાસુભાઈ કાંતિભાઈ ભાલોડીયા, રાજ મનસુખભાઈ ભાલોડીયા, રમેશ હમીરભાઈ બારૈયા, સુનિલ જસમતભાઈ કુડેચા, નરેશ પ્રવીણભાઈ વરાણીયા નામના છ શખ્સ રૂ.૧૨૪૦૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. વાવણીયાનેસમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં શૈલેષ મગનભાઈ ડાભી, પ્રવીણ ચંદુભાઈ કુંવરીયા, વાલાભાઈ કાનાભાઈ બલોલીયા, જયેશ પ્રવીણભાઈ પાટડીયા, ધર્મેન્દ્ર રાજાભાઈ પરમાર નામના પાંચ શખ્સને પોલીસે રૂ.૧૦૧૦૦ સાથે પકડી લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh