Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જનતાને આગામી નવ ઓગસ્ટથી ઉપલબ્ધ થશે બે નવા વૈકલ્પિક મુખ્ય માર્ગ

પ્રભારીમંત્રીએ સ્થાનિક પદાધિકારીઓ-અધિકારીઓ સાથે કર્યું નિરીક્ષણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર શહેરની જનતાને આગામી શનિવારે નવા બે અડધો-અડધો કિલોમીટરના સીસી રોડની ભેટ મળશે. જામનગરના જુની આરટીઓ કચેરીથી જૂની ખડપીઠ મેદાન અને જૂની આરટીઓ કચેરીથી મિગ કોલોની તરફ નવા બે રસ્તા ખુલ્લા મુકાશે. જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પણ સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની સાથે નવા રોડની મુલાકાત લેવાઇ હતી.

જામનગર શહેરનો ટ્રાફિક હળવો કરવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં નવા રોડ બનાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે શહેરના લાખોટા તળાવની પાળ પર જૂની આરટીઓ કચેરી તરફથી નીકળતા બે રસ્તા જેમાં એક જૂની ખડ૫ીઠ તરફ અને એક લાખોટા મિગ કોલોની તરફ અલગ અલગ બે રસ્તાઓ બનાવાયા છે, અને સીસી રોડનું કામ પૂર્ણતાના આરે છે. આગામી ૯મી તારીખે બંને રોડ જાહેર જનતા માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા બ્યુટીફિકેશન કામની સાથે સાથે જામનગરની જુની આરટીઓ કચેરીથી જુના ખડપીઠ મેદાન સુધીની જગ્યા પર અડધો કિલોમીટર ની લંબાઈ નો ઉંચી હાઈટ નો સીસી રોડ બનાવાયો છે.

 હાલના માર્ગે આ વિસ્તારમાં નીચાણ વાળા ભાગને કારણે વરસાદી પાણી ભરાઈ જતા હોવાથી મહાનગરપાલિકા દ્વારા તે રોડને ઘણું ઊંચો બનાવ્યો છે, અને આગામી ૯મી ઓગસ્ટ ના દિવસે તે રોડને લોકોની અવર જવર માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. હાલ ત્યાં લાઇટિંગ સુશોભન સહિતની કાર્યવાહી ચાલી રહી છે.

આ ઉપરાંત જુની આરટીઓ કચેરી થી જંગલેશ્વર મહાદેવ મંદિર વાળી જગ્યા અને લાખોટા કોલોની ના કોર્નર સુધીના ભાગે પણ નવો સી.સી. રોડ બનાવાયો છે. જે થ્રી લેન રોડ પણ આગામી ૯ તારીખે ખુલ્લો મૂકી દેવામાં આવશે, તેની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.

 જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મૂળુભાઈ બેરા દ્વારા આ રોડ-રસ્તાના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ વેળાએ તેઓની સાથે મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ઉપરાંત ડી એમ સી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના ઈજનેર રાજીવ જાની સહિતના અધિકારીઓની ટીમ જોડાઈ હતી, અને સમગ્ર માર્ગના કામનું નિરીક્ષણ કરાયું હતું.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી ૧૦ મી ઓગસ્ટ થી ૧૫ દિવસ માટેનો પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળો યોજાઈ રહૃાો છે, અને તેનું આયોજન પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહૃાું છે. ત્યારે મેળાનો ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે તેમ જ એસટી બસો આ રોડ પરથી ચલાવવાના ભાગરૂપે  બન્ને રોડના કામો સત્વરે હાથ ધરી લેવાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh