Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપી તરફથી એલએડીસીના એડવોકેટ ફાળવાયા હતાં:
જામનગર તા. ૩: ધ્રોળ તાલુકાના લતીપર ગામની વાડીમાં નિદ્રાધીન દંપતીને માર મારી ઈજા પહોંચાડી લૂંટ ચલાવવાના કેસમાં જામનગરની અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવ્યા છે. આરોપી તરફથી લિગલ એઈડ કાઉન્સિલ તરફથી એડવોકેટ ફાળવાયા હતાં.
ધ્રોળ તાલુકાના લતીપરની તાબાપરા વાડીની પાછળના ભાગે આવેલી વાડીમાં ફરિયાદી ગોવિંદભાઈ ચનાભાઈ માલાણી સૂતા હતાં, ત્યારે રાત્રિના સમયે અગિયારેક વાગ્યે ચાર બુકાનીધારી માણસોએ ધોકાથી માર મારી, હાથમાં ફ્રેક્ચર કરીને કબાટમાંથી બે મોબાઈલ, સોનાની વિંટી, સિક્કા, રોકડ રકમની લૂંટ ચલાવી હતી, અને આ દરમિયાન અવાજ સાંભળીને જાગી ગયેલા ફરિયાદીના પત્ની સવિતાબેનને પણ ધારિયાથી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ ધ્રોળ પોલીસ સ્ટેશન દ્વારા આઈબીપી તથા જી.પી. એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો, અને આરોપી કાંતિભાઈ પાંગળાભાઈ પૂરિયા (રહે. દાહોદ) ને ધ્રોળના ફર્સ્ટક્લાસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા પછી આ કેસ સેસન્સ કમિટી કરાયો હતો.
વર્ષ ર૦૧ર ની રર મી ફેબ્રુઆરીના નોંધાયેલી આ ફરિયાદના સંદર્ભે સેસન્સ કોર્ટ સમક્ષ તબક્કાવાર થયેલી સુનાવણી દરમિયાન ૧૩ સાહેદોને તપાસવામાં આવ્યા હતાં અને સરતપાસ, ફેરતપાસ તથા ઉલટ તપાસ કરાઈ હતી, તે ઉપરાંત ૧૧ જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ થયા હતાં.
તે પછી આરોપી સતત ગેરહાજર રહેતા તેના વિરૂ:દ્ધ બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું હતું, પરંતુ આરોપી નાસતા-ફરતા હોવાથી અને તેના જામીનનું પણ અવસાન થયું હોવાથી આરોપી તરફથી એલએડીસીના એડવોકેટ એમ.બી. સોમૈયાની નિમણૂક થઈ હતી.
એ પછી બન્ને પક્ષે સાહેદોની જુબાની, સરતપાસ અને ઉલટ તપાસ થઈ હતી, અને એલએડીસીના એડવોકેટ મનિષભાઈ બી. સોમૈયાની કેટલીક દલીલો સાથે આરોપીની ઓળખ પરેડ અનિવાર્ય હોવાનું સુપ્રિમ કોર્ટનું એક જજમેન્ટ પણ રજૂ કર્યું હતું.
મુદ્દાસર, તર્કબદ્ધ દલીલો, જુબાનીમાં તથા રજૂ થયેલા આધાર-પુરાવાઓનો અભ્યાસ કર્યા પછી જામનગરના સેસન્સ જજ શ્રી નેહલકુમાર રાજેશભાઈ જોષી સાહેબે આરોપી કાંતિભાઈ પાંગળાભાઈ પુરિયાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી જામનગર એલઓડીસીના ડેપ્યુટી ચીફ અને એડવોકેટ એમ.બી. સોમૈયા નિમાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial