Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મર્યાદિત ઓવરનો મહાસંગ્રામ
બેંગલુરૂ તા. ર૮: સમગ્ર ભારત તેમજ વિશ્વના દેશોના ક્રિકેટ જગતમાં અતિ રોમાંચક ગણાતી ઈન્ડિયન પ્રિમિયમ લીગની સીઝન-૧૯ નો આજથી આરંભ થઈ રહ્યો છે. વીસ-વીસ ઓવરના મર્યાદિત ઓવરના રોમાંચક મૂકાબલામાં બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મેચ સાંજે ૭-૩૦ વાગ્યે ગત્ વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદ વચ્ચે રમાશે
ગત્ વર્ષે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલ દુર્ઘટનાના કારણે આઈપીએલની ઓપનીંગ સેરેમનીનો સમારોહ યોજાશે નહીં. આજના મેચમાં બન્ને ટીમના ખેલાડીઓ દુર્ઘટનાના અગિયાર પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરશે, તેમજ સ્ટેડિયમમાં અગિયાર બેઠકો કાયમ માટે ખાલી રાખવામાં આવશે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમના કપ્તાન રજત પાટીદાર છે અને સનરાઈઝર્સ હૈદ્રાબાદના કપ્તાનની જવાબદારી પેટ કમીન્સની ગેરહાજરીમાં ઈશાન કિશાનને સોંપવામાં આવી છે.
આજના મેચમાં સંભવિત ટીમઃ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૃઃ ફીલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત પેડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીનેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવીડ, કૃણાલ પંડ્યા, રોમેરિયો સેફર્ડ, ભૂવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જેકબ ડફી.
સનરાઈઝર્સ હૈદ્રાબાદઃ
ટ્રેવીસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટ કીપર), કલાસેન, અનમોલપ્રીત વર્મા, નીતિશ કુમાર, લિવંગસ્ટોન, હર્ષિત રાણા, જયદેવ ઉનડકટ, બ્રાઈડન કાર્સે, શિવમ માવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial