Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં બીજી એપ્રિલે માલધારી સમાજનું સંમેલન યોજાશેઃ આવેદનપત્ર પાઠવાશે

રબારી, ચારણ, ભરવાડ સમાજનો અનુ જનજાતિનો દરજ્જો ઝુંટવવા સામે આક્રોશ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: ગોપાલધામ-નવાગામ ઘેડ, જાનગરમાં ભરવાડ, રબારી અને ચારણ સમાજના આગેવાનોની મિટિંગ મળતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદન મુજબ ગીર, બરડા અને આલેચના વિસ્તારોમાં વસવાટ કરતા ભરવાડ, રબારી અને ચારણ સમાજને અનુ. જનજાતિની યાદીમાંથી દૂર કરવા ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરેલ છે, તેવું જણાતા સૌરાષ્ટ્રના માલધારી સમાજમાં ચિંતા સાથે ખૂબ જ રોષની લાગણી ફેલાઈ છે. દક્ષીણ પટ્ટીના બહુમતી આદિવાસી સમાજો દ્વારા પણ ઘણાં સમયથી સરકારને ગીર, બરડા અને આલેચના માલધારી સમાજને અનુ. જનજાતિનો કોઈ લાભ ન મળે તે માટે સતત રજૂઆતો કરતા રહ્યા છે અને આ બહુમતી સમાજને ખુલા કરવા માટેે સરકાર દ્વારા આ દરખાસ્તને માન્ય રાખતા મિટિંગમાં આવેલ તમામ સમાજના આગેવાનો આ બાબતને વખોડી કાઢી હતી.

ગુજરાત સરકાર દ્વારા તા. ૪-૮-૨૦૨૦ના જસ્ટીસ કારીયા કમિટીની નિમણૂક આદિજાતિ વિભાગના ઠરાવથી કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા રાષ્ટ્રપતિના વર્ષ ૧૯૫૬ના નોટિફિકેશનથી ગીર, બરડા અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ભરવાડ, રબારી અને ચારણ જાતિના કુટુંબોના પેઢીનામા બનાવવા માટે યાદી તૈયાર કરવા માટે નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટીસ કારીયા કમિટી દ્વારા તાજેતરમાં પોતાનો અહેવાલ સરકારને સોંપેલ છે, અને આ અહેવાલમાં ગીર, બરડા અને આલેચના માલધારીઓ ખૂબ જ અગવડતામાં રહે છે અને શિક્ષણથી વંચિત છે.

તેના કલ્યાણ માટેના પગલાં કમિટી દ્વારા સૂચવવામાં આવેલ છે. પરંતુ આદિજાતિ વિભાગ દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ વિસ્તારમાં ગણતરી કરેલ કુટુંબોને પ્રમાણપત્ર આજની તારીખ સુધી ઈશ્યુ કરવામાં આવતા નથી અને જેને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે તેને માન્યતા આપવામાં આવતી નથી. આ ઈરાદાપૂર્વક આ વિભાગમાં બેઠેલા દક્ષિણ પટ્ટીના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા માલધારી સમાજને બંધારણીય હક્કોથી વંચિત રાખવાનું ષડ્યંત્ર કરવામાં આવે છે. દક્ષિણ પટ્ટીના આદિવાસી સમાજની બહુમતી હોય જેથી આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રીનો હવાલો પણ તે વિસ્તારને ફાળે જાય છે. જેથી વિભાગ દ્વારા અન્યાયકારી અને બંધારણ વિરૂદ્ધના નિર્ણયો લેવામાં આવે છે અને આવા નિર્ણયો માત્ર ને માત્ર આદીજુથમાં આવતા સમાજને હાનીકરતા હોય છે.

માલધારી સમાજને સરકારના મુખ્યમંત્રી ઢેબરભાઈ તથા સર્વોદય કાર્યકર પુષ્પાબેન મહેતા દ્વારા માલધારી સંઘની રચના કરી સૌરાષ્ટ્રના માલધારીઓને ખેડૂતના હક્કો આપેલ અને રખડતુ-ભટકતુ જીવનમાંથી મહદ અંશે મુક્તિ આપેલ અને ગીર, બરડા અને આલેચના નેશમાં વસવાટ કરતા માલધારીઓને વર્ષ ૧૯૫૬માં આદિજાતિની યાદીમાં સમાવેશ કર્યો હતો. સૌરાષ્ટ્ર સરકારના આ સારા નિર્ણયને કારણે સૌરાષ્ટ્રભરના હજારો માલધારીઓ શિક્ષણ મેળવતા થયા અને પોતાના હક્કો પ્રત્યે જાગૃત થયા હતા. છેલ્લા દસ વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા ભૂતકાળમાં મળેલ માલધારીઓને ખેડૂતોના હક્કો અને હાલમાં મળેલા હક્કો તથા ગીર,બરડા અને આલેચના આદિજાતિ દરજ્જાના હક્કોથી વંચિત કરવાથી માલધારી સમાજમાં ચિંતા સાથે રોષની લાગણી પ્રસરેલ છે.

આ બાબતે અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે માલધારી સમાજ દ્વારા જામનગર જિલ્લામાં અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવા આવેદનપત્રો આપવા માટે તા. ૨-૪-૨૬ના બપોરે ૧ કલાકે મહેર સમાજ, ખોડીયાર કોલોનીમાં સંમેલન રાખવામાં આવેલ છે તથા સરકારના નિર્ણયોનો વિરોધ કરવા માટે આગામી સમયમાં દરેક તાલુકા કક્ષાએ સંમેલનો યોજવાનું ઠરાવવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh