Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધૂળેટી પર્વે રંગોત્સવ ઉજવાયોઃ સમગ્ર ભારતના દર્શન
જામનગરના ૧પ૦ ફૂટ રીંગરોડ-ઢીંચડા રોડ તરફ આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં દેશના ઉત્તર-દક્ષિણ-પૂર્વભારત તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓના ઘણાં બધા પરિવારો, નોકરી-ધંધાના સંદર્ભે વસવાટ કરી રહ્યા છે, અને દરેક વાર-તહેવારો ઉમંગભેર ઉજવાય છે. નવરાત્રિ, દિવાળી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી જેવા અન્ય તહેવારોની જેમ જ આ ટાઉનશીપમાં હૂતાશણી પર્વે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં વિશેષ દર્શન યોજાયા હતાં અને મંદિરની પાસેના સાર્વજનિક પ્લોટમાં હોલિકા દહન કરાયું હતું. વિશેષ આરતી અને પ્રસાદ વિતરણ સાથે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આખી સોસાયટીના ભાવિકો ઉમટી પડ્યા હોવાથી અહીં ગરવા ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશની એકજુથતાના 'ભારતદર્શન' થઈ રહ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. ધૂળેટી પર્વે પણ કોઈને ખલેલ ન પહોંચે તેવી રીતે સ્વયંશિસ્ત સાથે અહીં રંગોત્સવ ઉજવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial