Advertisement
Author: નોબત સમાચાર

હિન્દ મહાસાગરમાં અમેરિકાએ ઈરાનનુ જહાજ ડૂબાડી દેતા ૮૦ના મોતઃ ૧૦૦ લોકો ગૂમ

વૈશ્વિક કક્ષાએ સનસનાટીઃ ઈરાને આપ્યો કડક સંદેશ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૫: અમેરિકાએ હિંદ મહાસાગરમાં ઈરાનનું જહાજ 'ડૂબાડયું' ૮૦ ના મોત થયા છે, જયારે ૧૦૦ જેટલા ગૂમ થયા છે.

વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ અમેરિકન નૌકાદળે એક મોટું ઓપરેશન પાર પાડીને ઈરાનના યુદ્ધજહાજને મધદરિયે ડૂબાડી દીધું છે. આ ઘટનાએ વૈશ્વિકસ્તરે સનસનાટી મચાવી દીધી છે, કારણ કે અત્યાર સુધીમાં મધ્ય પૂર્વ પૂરતો સીમિત ગણાતો આ સંઘર્ષ હવે દક્ષિણ એશિયાના દરિયાઈ માર્ગો સુધી વિસ્તરી રહૃાો છે.

અમેરિકાએ આ હુમલા દ્વારા ઈરાનને કડક સંદેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ ઉશ્કેરણીનો આ જ રીતે જડબાતોડ જવાબ આપશે. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે તેમની નેવીએ આજે સવારે સબમરીન દ્વારા ઈરાની વોરશિપ આઈઆરઆઈએસ ડેના પર સફળ હુમલો કર્યો હતો. શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠે થયેલા આ હુમલામાં જહાજ પર સવાર કુલ ૧૮૦ લોકોમાંથી ૮૦ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.

આ હુમલો એટલો આક્રમક હતો કે જહાજ ગણતરીની મિનિટોમાં દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. આ સાથે જ હેગસેથે દાવો કર્યો હતો કે ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેના જવાબમાં અમેરિકાએ આ આક્રમક પગલું ભર્યું છે.

જ્યારે ઈરાની જહાજ ડૂબી રહૃાું હતું, ત્યારે તેના પરથી ઇમરજન્સી સિગ્નલ મળતા જ શ્રીલંકન નૌકાદળ એક્શનમાં આવ્યું હતું.

શ્રીલંકાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે તેમણે તાત્કાલિક બચાવ ટુકડીઓ રવાના કરી હતી અને અત્યાર સુધીમાં ૩૨ લોકોને સમુદ્રમાંથી જીવતા બહાર કાઢ્યા છે. પીડિત તમામ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જોકે, હજુ પણ ઘણાં લોકો ગુમ હોવાના પણ અહેવાલો મળી રહૃાા છે. જેમની શોધખોળ માટે શ્રીલંકન સેના મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વિદેશ મંત્રી વિજીતા હેરાથે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે.

આ હુમલા પાછળનું કારણ જણાવતા અમેરિકી રક્ષા મંત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાનના એક ખાસ યુનિટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકાએ તે યુનિટના લીડરને જ ખતમ કરી દીધો છે.

હેગસેથે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકા હવે ઈરાનને જલદીથી નિયંત્રણમાં લેશે અને આગામી દિવસોમાં હુમલાઓ હજુ પણ તેજ કરવામાં આવશે. બીજી તરફ, શ્રીલંકાએ પણ પોતાના જળક્ષેત્રમાં થયેલા આ હુમલા સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh