Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દાનપેટીમાંથી રોકડ તથા સોનાની આંખો પણ ગઈઃ
જામનગર તા. ૧૬: જામનગરના ધુતારપર ગામમાં આવેલા એક મંદિરમાં બુધવારની રાત્રિથી ગુરૂવારની સવાર સુધીમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદરથી સાડા ત્રણેક કિલો વજનના ચાંદીના છતર તથા માતાજીને લગાવવામાં આવેલી સોનાની આંખો તથા દાનપેટીમાંથી કેટલીક રકમ મળી રૂ।.દોઢેક લાખની મત્તાની ચોરી કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા સતી માતાના મંદિરમાં ગયા બુધવારની રાત્રે એકાદ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા દરમિયાન ચોરી થઈ છે. આ મંદિરમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કર્યા પછી અંદર ચઢાવવામાં આવેલા ચાંદીના છતર મળી કુલ રૂ।.૧ લાખ ૪૦ હજારની કિંમતના ત્રણ કિલો સાડા ચારસો ગ્રામ વજનના ચાંદીના છતર તેમજ સતીમાની મૂર્તિમાં લગાવવામાં આવેલી સોનાની આંખો અને દાનપેટીમાંથી કેટલીક રકમ મળી કુલ રૂ।.દોઢેક લાખની મત્તાની ચોરી કરી લીધી હતી. આ બાબતની મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં સુરતના મોટા વરાછામાં રહેતા નરેશભાઈ પરષોત્તમભાઈ ખીચડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી અજાણ્યા તસ્કરોની શોધ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial