Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘપર પોલીસ સ્ટેશનમાંથી ભણ્યા હતા પોબારાઃ
જામનગર તા. ૧૬: મેઘપર પોલીસ સ્ટેશનમાં પોલીસ જાપ્તા હેઠળથી સપ્તાહ પૂર્વે એનડીપીએસના ગુન્હાનો આરોપી છનનન થઈ ગયો હતો. તેની કરાઈ રહેલી શોધખોળ દરમિયાન આ શખ્સ પોતાના વતન પંજાબમાં પહોંચી ગયાની વિગતો મળતા પંજાબ ધસી ગયેલી પોલીસ ટૂકડીએ આ શખ્સને દબોચી લઈ જામનગર ખસેડવા તજવીજ આદરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ પાસેથી થોડા દિવસ પહેલાં એસઓજીએ પંજાબના ચાર શખ્સને ૪૧૮ ગ્રામ હેરોઈન સાથે દબોચી લીધા હતા. પાંચમા આરોપીનું નામ ખૂલ્યું હતું. ઝડપાયેલા આરોપીઓને મેઘપર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા હતા. જેમાંથી વિશાલસિંગ જશવીરસિંગ મટુ નામનો આરોપી ગઈ તા.૭ની સાંજે પોલીસના જાપ્તા હેઠળથી ફરાર થઈ ગયો હતો.
આ શખ્સ નાસી ગયાની જાણ કરાતા મેઘપર પોલીસ ઉપરાંત એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટૂકડીઓએ નાકાબંધી કરાવી હતી. તેમ છતાં વિશાલસિંગ હાથમાં આવ્યો ન હતો તે પછી મેઘપર પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
નાસી ગયેલા આરોપીના સગડ દબાવવા માટે એલસીબી, એસઓજી, પંચકોશી બી ડિવિઝન, મેઘપર પોલીસની જુદી જુદી ટીમ તપાસ કરી રહી હતી જેમાં આ શખ્સ તેના વતન પંજાબમાં પહોંચી ગયો હોવાની ચોક્કસ વિગતો પ્રાપ્ત થઈ હતી. જેના પગલે પીઆઈ વી.જે. રાઠોડ, પીએસઆઈ એ.વી. ખેર, મેઘપરના જમાદાર લાખનસિંહ, જયેશભાઈ, પંચકોશી બી ડિવિઝનના જયદીપસિંહ સહિતની ટીમ પંજાબ ધસી ગઈ હતી. ત્યાંથી વિશાલસિંગ જશવીરસિંગ મટુ ઝડપાઈ ગયો છે. આ શખ્સને જામનગર ખસેડવાની તજવીજ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial