Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં કોલેરાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સક્રિયઃ ઘેરઘેર સર્વેલન્સ

જિલ્લા રોગચાળા અધિકારી ટીમ સાથે દોડ્યાઃ દર્દીને મળ્યા

                                                                                                                                                                                                      

લાલપુર તા. ર૪: લાલપુર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીપર હેઠળ કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગની ટીમો બનાવી ગામમાં ઘેર-ઘેર સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લા પંચાયત જામનગરના જિલ્લા રોગચાળા અધિકારી ડો. જે.આર. પટેલ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.ડી. પરમાર દ્વારા લાલપુરના ખોજા મસ્જિદ વિસ્તારમાં કોલેરા દર્દીના નિવાસસ્થાને મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સ્થળ પર કામગીરી કરતી ટીમોની સમીક્ષા કરી અને રોગચાળાને અટકાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ત્યાર પછી અધિકારીઓએ લાલપુર ગામના પીવાના પાણીના મુખ્ય સંપની મુલાકાત લઈ કલોરીનેશન પ્રક્રિયાની ચકાસણી કરી હતી. પીવાનું પાણી નિયમિત અને યોગ્ય માત્રામાં ક્લોરીનેશન કર્યા બાદ જ વિતરણ થાય તે માટે ગ્રામ પંચાયતના કર્મચારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

તદ્ ઉપરાંત પીવાના પાણીની તૂટેલી લાઈન કે વાલ્વને તાત્કાલિક અસરથી દુરસ્ત કરવા, ટી.સી.એલ. પાવડરનો પૂરતો જથ્થો જાળવવા અને તેનું નિયમિત રજીસ્ટર નિભાવવાનું પણ જણાવ્યું હતું. આ કામગીરી દ્વારા લાલપુરમાં કોલેરા રોગચાળાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ સજ્જ બન્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh