Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢેક મહિનાથી પિતાના ઘેર રિસામણે આવ્યા'તાઃ
જામનગર તા. ૨૪: જામનગરના રામેશ્વરનગરમાં રહેતા પિતાના ઘેર દોઢેક મહિનાથી રિસામણે આવેલા એક યુવતીએ પતિ સાથે છૂટાછેડા થઈ જશે તેવા સતત અનુભવાતા તણાવના કારણે શરીર પર જવલનશીલ પ્રવાહી છાંટી અગનપછેડી ઓઢ્યા પછી તેણીનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેણીના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર સામે રામ કૃપા નામના ડેલામાં રહેતા માતા-પિતાના ઘેર છેલ્લા દોઢેક મહિનાથી રિસામણે આવેલા ચાર્મીબેન મયુરભાઈ લુણસીયા (ઉ.વ.ર૮) નામના યુવતીએ ગઈ તા.૧૬ની રાત્રે પોતાના શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી રેડી દીધા પછી દીવાસળી ચાંપી દીધી હતી.
જોતજોતામાં સળગી ઉઠેલા ચાર્મીબેનને ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચાર્મીબેનનું રવિવારની મોડીરાત્રે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા જગદીશભાઈ રામજીભાઈ બારોટે પોલીસને જાણ કરી છે.
આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુ અંગેના કાગળો તૈયાર કરી જગદીશભાઈનું નિવેદન નોંધતા તેમાં જણાવ્યા મુજબ ચાર્મીબેન છેલ્લા દોઢેક મહિનાથી પિતા જગદીશભાઈના ઘેર રિસામણે આવ્યા હતા. તેઓને પતિ મયુરભાઈ જયંતિભાઈ લુણસીયા સાથે છૂટાછેડા થઈ જવાની ભીતિ લાગ્યા રાખતી હતી. જેના કારણે તણાવ અનુભવતા આ યુવતીએ તા.૧૬ની રાત્રે ઉપરોક્ત પગલું ભર્યું હતું. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial