Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં અબીલ-ગુલાલની છોળો સાથે ફૂલડોલ ઉત્સવનો ધમધમાટઃ ભારે ઉત્સાહ

પદયાત્રીઓના પ્રવાહ ઉપરાંત પોતાના વાહનો, રેલવે-બસથી યાત્રિકો પહોંચ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ગઈકાલે ફાગણ સુદ પૂનમ (હોળી) ના દિવસે જગતમંદિર દ્વારકાધીશના મંદિરમાં દર્શન માટે હજારો શ્રોદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. પરિણામે ગઈકાલે દ્વારકા શહેરમાં જબ્લદ માનવ મહેરામણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા પણ દર્શન માટે પહોંચ્યા હતાં અને દ્વારકધીશ મંદિરમાં ગઈકાલે આયોજીત વિવિધ દશનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.

આજે મંગળા આરતીમાં અને ત્યારપછી બપોરે એક વાગ્યા સુધી દર્શનનો લાભ લેતા ભક્તો જોવા મળ્યા હતાં, જ્યારે બે વાગ્યાથી ફૂલડોલ ઉત્સવ મનાવાયો હતો. બપોરે ૩ થી પ સુધી મંદિરમાં દશન બંધ રખાયા પછી સાંજે ઉથાપન દર્શન યોજાનાર છે.

દ્વારકામાં રેલ, બસ, પગપાળા, ખાનગી વાહનો મારફત અસંખ્ય ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. જેઓ માટે મંદિર વ્યવસ્થાપક સમિતિ, વહીવટી, પોલીસ તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભક્તો, યાત્રિકોની સુરક્ષા માટે સીસી ટીવી કેમેરાની સતત મોનીટરીંગ કરવામાં આવી રહી છે. તેમજ મેડિકલ, પીવાના પાણી, છાંયડો વિગેરેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ બાળકો, વૃદ્ધો, અશક્ત ગર્ભવતિ મહિલાઓ વિગેરે માટે ઈ-રિક્ષાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલ તો દ્વારકાની શેરી-ગલીઓમાં જળ દ્વારકાધીશના નાદ્ સાથે નીકળતા પદાયાત્રિકો જોવા મળી રહ્યા છે. મંદિર નજીક રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે.

સુપૂર્ણ વ્યવસ્થા ઉપર નજર રાખવા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ દ્વારકામાં મૂકામ કર્યો છે. એકંદરે દ્વારકામાં હાલ સંપૂણપણે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh