Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૃદયરોગનો હુમલો ભરખી ગયાનું પ્રાથમિક તારણઃ
જામનગર તા. ૩: ઓખામંડળના મીઠાપુર પાસે આવેલા મોજપ ગામમાં એક પેટ્રોલપંપ પાસેથી ગઈકાલે સવારે માનસિક અસ્થિરતાનો ભોગ બની લાંબા સમયથી રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધ બેભાન હાલતમાં મળ્યા પછી તેઓનંુ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. પોલીસે મૃતકના વાલી વારસ અંગે તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર નજીકના મોજપ ગામના પેટ્રોલપંપથી ડીએસએફ કેમ્પ વચ્ચેના રોડ પર કેટલાક સમયથી રખડતું ભટકતું જીવન જીવતા પાંસઠેક વર્ષની વયના અને માનસિક અસ્થિરતાનો ભોગ બનેલા વૃદ્ધ ગઈકાલે સવારે પેટ્રોલપંપ નજીકથી બેભાન જેવી હાલતમાં મળી આવ્યા હતા.
આ વૃદ્ધને ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવતા પોલીસને જાણ કરાઈ હતી. આ વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ મળવા પામ્યું છે. મોજપ ગામના વાઘાભા કાયાભા કુંભાણીનું નિવેદન નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. મૃતકના કોઈ વાલી વારસ હોય તો તેઓએ મીઠાપુર પોલીસ સ્ટેશન-૭૪૩૩૯ ૭૫૯૧૯ અથવા હે.કો. કે.બી. વારોતરીયા-૯૬૮૭૮ ૪૧૪૨૫નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial