Advertisement
Author: નોબત સમાચાર

દિગ્વિજય પ્લોટમાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચાર શખ્સની રોકડ સાથે અટક

ભાણવડમાંથી ઝડપાયો તીનપત્તીનો જુગારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના દિગ્વિજય પ્લોટમાં ગઈકાલે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા છે. ભાણવડમાં ગંજીપાના કૂટતા ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં ગઈકાલે બપોરે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.

આ સ્થળે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા મનિષ રમણીકભાઈ વશીયર, મિતેશ ગોવિંદભાઈ માંડલીયા, ગાભુસિંહ રતનસિંહ જાડેજા, રમેશભાઈ મનજીભાઈ કણઝારીયા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૨૧૫૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં તકીયાપાડામાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા ઈમ્તિયાઝ મામદ બ્લોચ, રાજુ જીવરાજ સોલંકી, અર્જુન હરેશભાઈ સોલંકી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ રોકડ તથા ગંજીપાના કબજે કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh