Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ મોંઘુ થતાં
નવી દિલ્હી તા. ૧: આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડ મોંઘુ થતાં આજથી પ્રિમિયમ પેટ્રોલ-ડીઝલમાં લીટર દીઠ રૂ।. ૧૧ નો ભાવવધારો ઝીંકાયો છે.
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારતીય બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા અને હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધને કારણે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ પ્રિમિયમ ઈંધણના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે.
ઈન્ડિયન ઓઈલના સૌથી શક્તિશાળી ૧૦૦-ઓક્ટન પ્રિમિયમ ફ્યુઅલ એક્સપી૧૦૦ ના ભાવમાં લિટર દીઠ રૂ।. ૧૧ નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ।. ૧૪૯ માં મળતું આ પેટ્રોલ હવે રૂ।. ૧૬૦ પ્રતિલિટરના ભાવે મળશે. આ હાઈ-પર્ફોર્મન્સ ફ્યુઅલ મુખ્યત્વે લક્ઝરી કાર અને સુપરબાઈક્સમાં વપરાશ છે, તેવી જ રીતે પ્રિમિયમ ડીઝલ વેરિઅન્ટ એક્સ્ટ્રા ગ્રીનના ભાવમાં પણ વધારો થયોછે, જે હવે રૂ।. ૯૧.૪૯ થી વધીને રૂ।. ૯ર.૯૯ પ્રતિલિટર પર પહોંચ્યું છે.
ઈંધણના વધતા ભાવ અને અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે નિવેદન બહાર પાડીને લોકોને ગભરાઈને ખરીદી ન કરવા અપીલ કરી છે. મંત્રાલયે ખાતરી આપી છે કે દેશભરના તમામ પેટ્રોલ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને રિફાઈનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial