Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા
જામનગર તા. ૧: આગામી તા. ૧૪મી એપ્રિલે ડો. આંબેડકરની જયંતી નિમિતે જામનગર મહાનગર પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા-સુશોભન કરવા જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.
ડો. આંબેડકરની પ્રતિમાને કલર કરવો, ફૂલછોડના કુંડાઓ મુકવા, તળાવની પાળે ડો. આંબેડકર ગાર્ડનમાં લાઈટ ડેકોરેશન કરવું, ડો. આંબેડકર માર્ગને સુશોભિત કરવો, સાઈન બોર્ડને કલર કરવો, ડો. આંબેડકરની પ્રતિમા પાછળ ૫૦૦ ખુરશીઓની વ્યવસ્થા કરવી, બે માઈકની વ્યવસ્થા કરવા, જુના રેલવે સ્ટેશન પાસે મહાત્મા ફૂલે ચોકને સુશોભિત કરવો, લાલ બંગલા સર્કલમાં ધજા-પતાકા માટે લોડરની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.
બૌદ્ધ સમાજના પ્રમુખ મલિન્દભાઈ મકવાણા તથા સંસ્થાના હોદ્દેદારો, દલિત સમાજના આગેવાનો અને કાર્યકરોના પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial