Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ દિવ્યતાથી ઉજવી ધૂળેટી

આણદાબાવા આશ્રમના દિવ્યાંગ, મૂક-બધીર બાળકો તથા વડીલો સાથે રંગે રમીને

                                                                                                                                                                                                      

જામનગરના ૭૯-વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના દરેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે ધૂળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકો-વડીલોની સાથે રહીને મનાવ્યું હતું, અને પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજવણીમાં સામેલ થઈને પોતાની સંવેદનશીલતાની અનુભૂતિ કરાવી હતી.

આશ્રમમાં રહેતા બાળકોના આવકારથી ધારાસભ્ય દિવ્યેશ અકબરી ભાવુક બન્યા હતાં. જેઓની સાથે રંગોત્સવનો પર્વ મનાવ્યા પછી દરેક બાળકો વડીલોને મીઠા મોઢા કરાવાયા હતાં.

ધારાસભ્ય દિવ્યેશ અકબરી પ્રતિવર્ષ ધૂળેટીનું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવે છે. જે પરંપરા આ વખતે પણ ચાલુ રાખી હતી, અને સવારે ૧૦ વાગ્યે આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધૂળેટી મનાવવા માટે પહોંચ્યા હતાં, ત્યારે આશ્રમના નાના ભૂલકાઓએ પ્રણામ કરીને ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું. ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી ખૂબ જ ભાવુક બન્યા હતાં અને પ્રત્યેક બાળકોની સાથે રંગોત્સવનો પર્વ મનાવ્યો હતો, અને પ્રત્યેક બાળકોના જીવનમાં રંગ ભરવાના પ્રયાસો કર્યા હતાં. સાથોસાથ વડીલોના પણ આશીર્વાદ મેળવી તેઓની સાથે રંગોત્સવ મનાવ્યો હતો. ત્યારપછી સર્વે બાળકો-વડીલોને મીઠા મોઢા કરાવ્યા હતાં, અને તમામને માટે અલ્પાહારની વ્યવસ્થા ગોઠવી હતી.

આ વેળાએ તેઓ પોતાના પત્ની વગેરે સહિતના સમગ્ર પરિવારને સાથે લાવ્યા હતાં, અને વડીલો અને બાળકોને પણ પોતાના જ પરિવારના સભ્યો ગણીને રંગોત્સવ મનાવ્યો હતો, અને આશ્રમના બાળકો વગેરેની ખુશીમાં સામેલ થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh