ચિરવિદાય

જામનગર નિવાસી (મૂળ બગથળા) સ્વ. જયંતિભાઈ જગજીવન મહેતાના પત્ની પુષ્પાબેન  (ઉ.વ.૯૪), તે માળિયા મિયાણા નિવાસી સ્વ. ચંદુલાલ મગનલાલ મહેતાના પુત્રી, જયેશભાઈ,  દિપ્તીબેન મનોજભાઈ મોદીના માતા, જ્યોતિબેન જયેશભાઈ મહેતા, મનોજભાઈ મોદી  (વડોદરા) ના સાસુ, જિગર, પલક, સમ્યક શાહના દાદી, મનાલી, જિગર મહેતાના દાદીજી  સાસુનું તા. ૧૦-૪ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તથા પ્રાર્થનાસભા તા. ૧૩ને  સોમવારે સવારે ૧૦ વાગ્યે કામદાર વાડી, પી.એન.માર્ગ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી ભાવસાર રમણીકભાઈ જીવરાજભાઈ મલસાતરના પત્ની રેણુકાબેન  રમણીકભાઈ મલસાતર (ઉ.વ.૭૦) તા. ૧૦-૪-૨૬ના શ્રીજી ચરણ પામેલ છે. તે શૈલેષભાઈના  ભાભી, સુનીલભાઈ, ભાવિનભાઈ, મેહુલભાઈના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦-૪  શુક્રવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર),  તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ ભૂપતગીરી મોતીગીરી ગોસાઈ (નિવૃત્ત કર્મચારી જે.એમ.સી.) ના પત્ની  સરોજબેન તે નિશાંતગીરી, કેતનગીરીના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની  પ્રાર્થનાસભા તા. ૧૦-૪ના શુક્રવારે સાંજે પ થી ૫:૩૦ દરમ્યાન જલારામ મંદિર, સાધના  કોલોની, રણજીતસાગર રોડ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી ગોદાવરીબેન જીવણલાલ ટંકારીયા (ઉ.વ.૯૫) તે  જેન્તીભાઈ, હિતેશભાઈ, જીતુભાઈના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની  પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા. ૧૦-૪ને શુક્રવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી સ્વ. મનસુખભાઈ પ્રાગજીભાઈ રૂપાપરા (ભાવસાર) (સુંદરકાન્ત  લોન્ડ્રીવાળા)ના પત્ની ગં.સ્વ. વિજયાબેન મનસુખભાઈ રૂપાપરા (ઉ.વ.૭૬) તા.  ૮-૪-૨૦૨૬ના શ્રીજી ચરણ પામ્યા છે. તે પરેશભાઈ, મહેશભાઈ, અશોકભાઈ, (સુંદરકાન્ત  લોન્ડ્રી ગ્રુપ)ના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪-૨૬ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦  દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh