Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વનબંધુ પરિષદ દ્વારા 'એકલ સુરતાલ' કાર્યક્રમ યોજાયો

રામભકિતથી રાષ્ટ્ર ભકિતના સાંસ્કૃતિક ઉત્સવ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: વનબંધુ પરિષદ-જામનગર શાખા દ્વારા 'એકલ અભિયાન' અંતર્ગત શહેરના ટાઉન હોલમાં 'એકલ સુરતાલ' નામના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. *રામભક્તિ થી રાષ્ટ્રભક્તિ* ના ઉમદા મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતની ભવ્ય સંસ્કૃતિ અને વનવાસી કલાકારોની અદ્ભુત કલાના દર્શન થયા હતા.

કાર્યક્રમનું ઉદ્ઘાટન કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગતગુરુ શ્રી કૃષ્ણમણીજી મહારાજની પાવન નિશ્રામાં કરવામાં આવ્યું હતું. પૂજ્ય મહારાજે પોતાના આશીર્વચનમાં એકલ અભિયાન દ્વારા વનવાસી વિસ્તારોમાં ચાલતી શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર બહેન કરુણા ઠાકુર (જમ્મુ-કાશ્મીર) અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક કૃતિઓ રહી હતી. વનવાસી કલાકારોએ રામભક્તિના પદો અને ભજનોની રમઝટ બોલાવી હતી. દેશભક્તિના ગીતો દ્વારા પ્રેક્ષકોમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ જગાડ્યો હતો.

ભારતના વિવિધ પ્રાંતોની લોકકલા અને નૃત્યો રજૂ કરીને લઘુ ભારતની ઝલક બતાવવામાં આવી હતી. એકલ અભિયાનની અસરાકારક રજૂઆત કાર્યક્રમ દરમિયાન 'એકલ અભિયાન' ના પાંચ મુખ્ય આયામો  શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, મહિલા સશક્તિકરણ અને સંસ્કાર શિક્ષણ  દ્વારા છેવાડાના ગામડાઓમાં કેવી રીતે પરિવર્તન આવી રહૃાું છે. તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત શ્રેષ્ઠીઓને જણાવાયું હતું કે, આ અભિયાન માત્ર અક્ષરજ્ઞાન નહીં, પરંતુ આત્મનિર્ભર ગામની પરિકલ્પના સાકાર કરી રહૃાું છે.

આ કાર્યક્રમમાં નગરનાં પ્રતિષ્ઠિત નાગરિકો, ઉદ્યોગપતિઓ અને સેવાભાવી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહૃાા હતા. વનબંધુ પરિષદ, જામનગર શાખાના અગ્રણી કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં, વનબંધુ પરિષદ દ્વારા તમામ આમંત્રિતો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે મહાનુભાવોએ એકલ અભિયાન અંતર્ગત પોતાનું યોગદાન પણ આપ્યું હતું. અને વનવાસી છેવાડાના બાળકોના ભવિષ્ય માટે સહયોગ આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh