Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં રૂપિયા ૩ અબજ જેટલી માતબર રકમની ખર્ચ દરખાસ્તોને બહાલી

હર ઘર તિરંગા માટે રૂ. ૪૫ લાખ મંજુર !: ગાર્બેજ કલેકશન માટે રૂ. ૨૬૭ કરોડ સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર મહાનગરપાલિકાની ટસ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઈકાલે મળી હતી. જેમાં કુલ રૂ.૨૯૯  કરોડ ૭૯ લાખ એટલે કે લગભગ ત્રણ અબજની રકમના જુદા જુદા વિકાસ કામોને  મંજૂરી આપવામાં આવી હતી આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી જ ૧૦ એજન્ડા આઈટમો રજૂ થઈ હતી. અને તેમાં કરોડોના ખર્ચાઓ મંજૂર કરાયા હતા.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા. ૦૧-૧૦-૨૦૨૫ના નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર કિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશનર (વ.) મુકેશ વરણવા, ઇચા. આસી. કમિશનર (ટે) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

સોલીડ વેસ્ટ મેને.શાખામાં લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીને નવી નિમણૂક આપવા અંગેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

જામનગર શહેરના એરપોર્ટ ગેઈટથી ખંભાળીયા હાઈવેને જોડતા રોડને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ડેવલોપ અને બ્યુટીફીકેશન કરવાના કામનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

સરકારના 'હર ઘર તિરંગા' કાર્યક્રમની રાષ્ટ્રીય વ્યાપી ઉજવણીના કાર્યક્રમ અંતગર્ત સરકાર  દ્વારા નિયત કરવામાં આવેલ સાટીન મટીરીયલ્સ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માટે પી.વી.સી અને લાકડાની સ્ટીક સપ્લાય કરવાના કામ અંગે કમિશનરની દરખાસ્ત અન્વયે  રૂ. ૪૫.૧૦ લાખનું તોતિંગ ખર્ચ મંજુર કરવા આવ્યું હતું. વડાપ્રધાનની જામનગરની મુલાકાત સમયે કરવામાં આવેલ ખર્ચ માટે રૂ. ૧૭.૩૯ લાખ મંજુર કરવામાં આવ્યા હતા

સમર્પણ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા (૨ વર્ષ માટે)ના કામ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત રી-ટેન્ડર કરવાના નિર્ણય લેવાયો હતો.

શહેરના જુદા જુદા ૧૦ ઈ.એસ.આર. ઉપર ક્રોમ્પેહેન્સીવના ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કરવાના કામે  રૂ. ૨૭ લાખ , જુદા જુદા પ્રકારના વાહનો મારફત શિફટ આધારિત ગાર્બેજ કલેકશનનું કામ ઝોન-૧ (વોર્ડ નં. ૧થી ૮) તથા ઝોન-૨ (વોર્ડ નં. ૯ થી ૧૬) અન્વયે રૂ. ૨૬૭.૨૧ કરોડ ઉપરાંત વહીવટી ચાર્જ મંજુર કરવામાં આવ્યો હતો.

કેબલ ટી.વી. / મનોરંજન કર / વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામ માટે રૂ. ૧૫  લાખ, કેબલ ટી.વી./મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા ઈસ્ટ ઝોન (વોર્ડ નં.૧૦, ૧૧ અને ૧૨)માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા)ના કામ અંગે રૂ. ૨૩.૩૨ લાખ, કેબલ ટી.વી./ મનોરંજન કર/વ્યવસાય વેરા ગ્રાન્ટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા સાઉથ ઝોન (વોર્ડ નં.૮, ૧૫ અને ૧૯)માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા)ના કામ અંગે રૂ. ૨૩.૩૨ લાખ,  સિવિલ નોર્થ ઝોન વોર્ડ નં.૨માં ચાર જગ્યાએ પાઈપ ગટરના કામ અંગે રૂ.૨૦ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં.૮, ૧૫ અને ૧૬)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે રૂ. ૨૫ લાખ,

 દરમ્યાન સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં.૨, ૩ અને ૪)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ અંગે  રૂ. ૨૦. લાખ, સીવીલ શાખા સાઉથ ઝોન (વોર્ડ નં.૮, ૧૫ અને ૧૬)માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ)ના કામે રૂ. ૭.૪૯ લાખ,

વોર્ડ નં. ૭, રોઝી પાર્ક મેઈન રોડ પર આર. કે. સીંગ દુકાનથી કૃષ્ણનગર શેરી નં.૩ હનુમાનજીના મંદિર સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૩૮.૧૧ લાખ, વોર્ડ નં. ૧૬, હરીધામવાળો મેઈન રોડમાં સી.સી. રોડ માટે રૂ. ૨૭.૩૮ લાખ, વોર્ડ નં.૭, સરસ્વતી સોસાયટી સત્યમ કોલોની રોડ આડી-ઉભી ગલીમાં સી.સી. રોડ માટે. રૂ. ૨૨.૩૫ લાખ,

સ્વામિનારાયણનગરથી ગાંધીનગર ગ્રોફેડ મીલ સુધીના ડી.પી. રોડ પર સી.સી. રોડના કામ અંગે રૂ. ૮.૦૪ કરોડ અને વોર્ડ નં.૨, ગાંધીનગર, ગોકુલધામ (ડી.પી. રોડ) થી શક્તિ માતાજીના મંદિર પાછળ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે  રૂ. ૩.૮૩ કરોડ ના ખર્ચ ને  મંજુર રાખવામાં આવ્યો હતો.

   આ ઉપરાંત અન્ય દસ દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૧) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે  રૂ. ૨.૫૦ કરોડ ,  સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૦) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે  રૂ. ૨.૫૦ કરોડ,

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૨) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨.૫૦ કરોડની રકમ મંજુર કરવામાં આવી હતી.

વોર્ડ નં.૧૨, ખોજા નાકા બહાર ધર્મશાળા પાસે ડો. નાગોરીના ક્લિનક પાછળ ચોકમાં સી.સી. બ્લોક , વોર્ડ નં.૧૨, હાજીપીર ચોકથી ટીટોડી વાડી તરફ જતા સિદીક એ અકબર મસ્જીદની બાજુની શેરીમાં સી.સી. બ્લોક ,  વોર્ડ નં.૧૨, ટીટોડીવાડી મોહમદી એપાર્ટમેન્ટની બાજુની શેરીમાં સી.સી.રોડનું કામ, વોર્ડ નં.૧૨, ટીટોડીવાડી એસ.ટી.ડી.પી.સી.ઓ. વાળી શેરીમાં ઈકબાલભાઈ ખીરાના ઘર પારો સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, ટીટોડીવાડી ગરીબનવાઝ જમાત ખાના પાછળ અશરફખાન ખફીના ઘરવાળી શેરીમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, રંગુનવાલા હોસ્પિટલ પાછળ સતવારાવાડ સુતારના વંડામાં સી.સી. બ્લોકનું કામ, વોર્ડ નં.૧૨, અમન સોસાયટી યુનુશભાઈના ઘરની સામેની શેરીમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, રોઝી સ્કુલથી આરબ જમાત ખાના મેઈન રોડ સુધી સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, અમન સોસાયર્ટી રોઝી સ્કુલ મેઈન રોડ નસીબ પ્રોવીઝન સ્ટોરવાળી શેરીમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, અમન સોસાયટી રોઝી સ્કૂલ મેઈન રોડ અલામીન મંઝીલવાળી શેરીમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, ગેલેક્સી પાર્ક શાહ પેટ્રોલ પમ્પની પાછળની રીમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, મહારાજા સોસાયટી શેરી નં.૧ ઘાણીવાળી શેરીમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં.૧૨, મહારાજા સોસાયટી લોટસ સ્કૂલવાળી શેરીમાં સી.સી. રોડનું કામ અંગે રૂ. ૧.૦૬ કરોડના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો.

 વોર્ડ નં.૧૨, ખાટકીવાડથી મટન માર્કેટ સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૬૨.૭૩ લાખ, વોર્ડ નં.૧૨, એસ.ટી. ડીઝાઈનથી આગળ આવેલ સિદ્ધનાથ સોસાયટીમાં સી.સી. રોડના કામ અંગે રૂ. ૩૩.૬૧ લાખ,  વોર્ડ નં.૧૨, ગરીબ નવાઝ-૧ અને ગરીબ નવાઝ-૨ના મુખ્ય રોડમાં સી.સી. રોડના કામ અંગે રૂ. ૫૭.૫૮ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૩) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨.૫૦ કરોડ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૪) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂ. ૨.૫૦ કરોડ અને સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૨) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/ સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૨.૫૦ કરોડના ખર્ચને   મંજુર કરવામાં આવ્યો હતો.

આમ આ બેઠકમાં કુલ રૂ. ૨૯૯ કરોડ ૭૯ લાખના જુદા જુદા ખર્ચની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh