Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વરસાદી માહોલમાં ૫ણ લોકોએ પરંપરાગત મેળાની મોજ માણી
જામનગર તા ૧૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોક મેળાનું આયોજન કરાયું છે, જેનો સાતમના તા. ૧પ-ઓગસ્ટના સવારે ૧૧.૩૦ વાગ્યે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ થયો હતો.
સાતમ આઠમ અને નોમના ત્રણ દિવસના તહેવારો દરમિયાન વરસાદના ઝાપટાં ની વચ્ચે પણ લોકોએ મેળાની રંગત માણી હતી, અને ત્રણ દિવસ દરમિયાન બેથી સવા બે લાખ લોકોએ મેળા નું મનોરંજન માણ્યું હતું.
જામનગરના પોલીસ વિભાગ, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ, તથા સિક્યોરિટી વિભાગ વગેરેની સુંદર વ્યવસ્થા ના કારણે બાજુમાં જ એસ.ટી. ડિવિઝન આવેલું હોવા છતાં પણ કોઈ ટ્રાફિક જામની સમસ્યા થઈ ન હતી, અને એસ.ટી.ના તમામ રૂટો પણ રાબેતા મુજબ ચાલુ રહૃાા હતા, જ્યારે નગરજનોએ મેળા નું ભરપૂર મનોરંજન માણ્યું હતું, અને જામનગરના લોકોએ સાતમ આઠમના તહેવારની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરાયું હતું, પરંતુ કાનૂની ગૂંચ વગેરે મુદ્દા તેમજ એસ.ઓ.પી. ની ગાઈડલાઈન ને અનુસરીને રાઇડ્સ વગેરેના અભિપ્રાયો મેળવવામાં થોડો વિલંબ થયો હોવાથી સાતમના ૧૫મી ઓગસ્ટે મેળાનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ વરસ્યા હતા, જેમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારના દિવસે સાંજે બે વખત મોટા વરસાદી ઝાપટાં પડી ગયા હતા, અને વરસતા વરસાદે પણ શહેરીજનો મેળાની રંગત માણવા માટે ઉમટ્યા હતાં.
મહાનગરપાલિકા દ્વારા મેળા મેદાનમાં કાંકરી પાથરેલી હોવાના કારણે ગારા કીચડ નો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો, અને વરસાદ નું પાણી ભરાવાનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો.
મેળામાં પાથરણાવાળાઓ અને રેેંકડીધારકોને દૂર કરવા એસ્ટેટ વિભાગની કામગીરી સરાહનીય રહી હતી
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મોટી ટુકડી અલગ અલગ બે શિફ્ટમાં બંદોબસ્ત માટે રહી હતી, અને મેળા મેદાન ની વચ્ચે ઘુસી આવનારા પાથરણાવાળાઓ, રેકડી ધારકો કે અન્ય નાની મોટી ચકરડી વાળા વગેરેને કોઈપણ પ્રકારે ઘૂસવા દીધા ન હતા, અને મોટાભાગે મેળા મેદાન ખાલી રખાવ્યું હતું, જેના કારણે ભીડ થવાની કોઈ સમસ્યા રહી ન રહી ન હતી. અને ગૌરવ પથ માર્ગ કે જ્યાં પણ અનેક પથારાવાળાઓ મોટી જગ્યા રોકીને બેસી જતા હોવાથી તે સંપૂર્ણપણે રસ્તો ખાલી રાખવામાં આવ્યો હતો, અને કોઈપણ પાથરણાવાળા વગેરે દેખાય તો તેઓનો માલ સામાન જપ્ત કરીને મહાનગરપાલિકામાં જમા કરાવી દેવાતો હતો, જેના કારણે સંપૂર્ણ રસ્તાઓ ખુલ્લા રહૃાા હતા, અને ટ્રાફિકની સમસ્યા રહી ન હતી. મેળાના સિક્યુરિટી વિભાગ તેમજ ખાસ કરીને નિવૃત્ત આર્મીમેન કે જેની પણ સારી કામગીરી રહી હતી.
જામનગર પોલિસ-ટ્રાફિક વિભાગનો સજ્જડ બંદોબસ્ત
ટ્રાફિક નિયંત્રણમાં કામ લાગ્યો
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં સીટી ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા અને સિટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડાની રાહબરી હેઠળ સમગ્ર મેળા પરિસર સહિતના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મેળા મેદાનની અંદર હંગામી પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હતી, અને ત્યાં પણ મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેના કારણે પણ મેળાની અંદર સુરક્ષા વ્યવસ્થા જળવાઈ હતી, અને કોઈ પિક પોકેટિંગ સહિતના કોઈ બનાવો બન્યા ન હતા.
ઉપરાંત જામનગરની ટ્રાફિક શાખાની પણ સરાહનીય કામગીરી રહી હતી, જેના કારણે બાજુમાં જ હંગામી એસ.ટી. ડિવિઝન કે જેમાં પ્રતિદિન સેંકડો બસોની ટ્રીપ દોડી હોવા છતાં ટ્રાફિક બંદોબસ્ત જળવાઈ રહૃાો હતો.
ઉપરાંત પોલીસ ટેન્ટ ની અંદર ૫૦ થી વધુ સીસી ટીવી કેમેરા લગાવાયેલા હોવાથી તેનું સર્વેન્સ કરવામાં આવ્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મેળા પરિષર પર બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે બે વોચ ટાવર પણો ઉભા કરાયા હતા, જેના દ્વારા પણ મેળા મેદાન ઉપર સંપૂર્ણ વોચ રહી હતી.
મેળા માટે વિદ્યોત્તેજક મંડળના મેદાનમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી. જામ્યુકોની લાઈટ શાખા તથા પીજીવીસીએલની ટીમ પણ સ્ટેન્ડબાય રહી હતી. જેને કારણે મેળાનો ઝળહળાટ કોઈપણ અવરોધ વગર યથાવત રહ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની રાહબરી હેઠળ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની,અને મુકેશભાઈ વરણવા સહિતના અધિકારીઓની ટિમ ની દેખરેખ હેઠળ સમગ્ર મેળાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને એસ્ટેટ અધિકારી હરેશ વાણીયા, નીતિન દીક્ષિત ની રાહબરી હેઠળ અને અનવર ગજજણની આગેવાનીમાં સમગ્ર ટીમ ખડે પગે રહી હતી.
આમ, પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળાનું આયોજન એકંદરે સફળ રહ્યું હતું અને લોકોએ પરંપરાગત રીતે મેળાનો લ્હાવો લઈ સાતમ-આઠમ-નોમના તહેવારો ઉજવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial