Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીઃ
દિલ્હી તા. ૧૯: કેન્દ્ર સરકારના એનડીએ ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સી.પી.રાધાકૃષ્ણનની પસંદગી કર્યા બાદ વિપક્ષે અનેક મથામણોના અંતે સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીની ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદગી કરી છે. આઈએનડીઆઈએ ગઠબંધને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ બી.સુદર્શન રેડ્ડીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ૯ સપ્ટેમ્બરના ચૂંટણી યોજાશે. જેનું પરિણામ તે જ દિવસે જાહેર થશે.