જાણો, તા. ૬ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ સુદ બારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૨ - સુર્યાસ્ત : ૭-૨૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૨ :

તા. ૦૬-૦૮-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૭,

મુસ્લિમ રોજઃ ૧૧, નક્ષત્રઃ મૂળ,

યોગઃ વૈધૃતિ, કરણઃ કૌલવ

તા. ૦૬ ઓગસ્ટના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય બાબતે સાવધાની રાખવી ૫ડે. ખાન-પાન, આહાર-વિહારમાં સાવધાની રાખવી.  નોકરી-ધંધા ક્ષેત્રે આપના કામ થાય. પરંતુ હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂક્યા કરે. જેના લીધે કામમાં  વિલંબ જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા રાહતનો અનભુવ થાય. યાત્રા-પ્રવાસનું આયોજન  થાય. ખર્ચ-ખરીદીના પ્રસંગ બનવા પામે.

બાળકની રાશિઃ ધન

જાણો, તા. ૬ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ સુદ બારસનું રાશિફળ

કર્ક રાશિના જાતકોને શુભકાર્ય થાય, અન્ય બે રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. દોડધામ-શ્રમ જણાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના અગત્યના કામકાજનો ઉકેલ આવવાથી રાહત જણાય. ઈચ્છિત વ્યક્તિની મુલાકાત થવાથી  આનંદ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૯-૪

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપે તન-મન-ધન, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પરિવારની ચિંતા  અનુભવાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૪

 

Cancer (કર્ક: ડ-હ)

ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આપને આનંદ રહે. આપના કાર્યમંં નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૩

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ અંગે વ્યસ્તતા - દોડધામ  જણાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૭

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપને સિઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછા થતા  જાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Libra (તુલા: ર-ત)

આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ખર્ચ  થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

માનસિક-પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યાં કરે.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૬

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં વ્યસ્તતા-દોડધામ-જણાય. સીઝનલ ધંધામાં આવક  થાય.

શુભ રંગઃ પોપટી - શુભ અંકઃ ૫-૯

 

Capricorn (મકર: ખ-જ)

યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત થવાથી આનંદ-ઉત્સાહ રહે. ભાઈ-ભાંડુંના સહકારથી કામનો ઉકેલ  લાવી શકો.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-વાહન, મકાનના કામમાં આપે સાવધાની રાખવી પડે.  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. પરંતુ સંતાના પ્રશ્ને  ચિંતા જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૫

જાણો, તા. પ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ અગિયારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૨ - સુર્યાસ્ત : ૭-૨૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૧ :

તા. ૦૫-૦૮-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૦, નક્ષત્રઃ જ્યેષ્ઠા,

યોગઃ ઐન્દ્ર, કરણઃ બવ

તા. ૦૫ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આપે સ્વાસ્થ્યની કાળજી રાખવી પડે. શારીરિક-માનસિક કોઈને કોઈ તકલીફ રહ્યા કરે.  ભાગીદારીવાળા ધંધામાં, સંયુક્ત ધંધામાં વાદ-વિવાદ, મનદુઃખ, ગેરસમજ થઈ શકે છે. વડીલવર્ગના  આરોગ્ય બાબતે ચિંતા-ખર્ચ-દોડધામ જણાય. કૌટુંબિક-પારિવારિક પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય.  નાણાકિય સ્થિતિમાં સુધાર આવતો જણાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક ૧૧.૨૩ સુધી પછી ધન

જાણો, તા. પ ઓગસ્ટ, મંગળવાર અને શ્રાવણ સુદ અગિયારસનું રાશિફળ

કુંભ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો થાય, શુભકાર્ય થઈ શકે​

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આ૫ની મહેનત-બુદ્ધિ-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ  શકે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૨

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન  રાખવું પડે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૭-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામ  થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૯-૩

 

Cancer (કર્ક: ડ-હ)

આપે તન-મન-ધનથી,વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને  ચિંતા રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૪

 

Leo (સિંહ: મ-ટ)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધર્મકાર્ય-શુભકાર્ય  થાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના  કામ થઈ શકે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવે. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો  જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

કોર્ટ-કચેરીના કામમાં આપને રૂકાવટ જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર કામ કરવું. ખર્ચ  જણાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામ  થાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે કૌટુંબિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આકસ્મિક ઘરાકીથી આવક  જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૬

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આનંદ રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે. ખર્ચ  જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. કામમાં ઉતાવળ કરવી  નહીં.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૫

જાણો ૦૩ ઓગસ્ટ થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

મિથુન સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં પરિવર્તન આવે, સ્વાસ્થ્ય સાચવવું

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના અગત્યના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. હકીકત અને કલ્પનાની વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકશો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. નોકરિયાત વર્ગને કાર્યબોજ વધતો જણાય. તા. ૪ થી ૭ આરોગ્ય સુધરે. તા. ૮ થી ૧૦ સંભાળવું.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

તમારા માટે સામાજિક કાર્યોમાં કાર્યરત રાખનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠામાં ચારચાંદ લાગી જાય. આપના કાર્યક્ષેત્રે આપ વ્યસ્ત જણાવ. મોજશોખ પાછળ નાણાનો વ્યય શક્ય બને. નોકરી-ધંધા-વ્યવસાયમાં પ્રગતિ-ઉન્નતિ જોવા મળે. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. તા. ૪ થી ૭ વ્યસ્તતા. તા. ૮ થી ૧૦ ખર્ચાળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન ગ્રહગોચર બદલાતા તેમજ સમય આપના પક્ષે આવતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં સફળતા મળે. તા. ૪ થી ૭ તણાવ રહે. તા. ૮ થી ૧૦ શુભ ફળદાયી.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે સુખમય પરિસ્થિતિનું નિર્માણ કરનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્નતાભરી રહેવા પામે. સમય પરિવારજનો સાથે-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ સમય અને નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. તા. ૪ થી ૭ આનંદિત. તા. ૮ થી ૧૦ લાભદાયી.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે માનસિક શાંતિઓ અનુભવ કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી બહાર આવવાના રસ્તા મળે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ પ્રાપ્ત થાય. આરોગ્યે બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગે ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત વધારવી પડે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૪ થી ૭ સુખદ. તા. ૮ થી ૧૦ આરોગ્ય સાચવવું.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી આવશ્યક બની રહે. ખાન-પાન, આહાર-વિહારમાં નિયંત્રણ રાખવું જરૂરી જણાય. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના-કીર્તિ પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ આવી શકે. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ આપની મનોકામના પૂર્ણ કરી શકે. યાત્રા-પ્રવાસ થાય. તા. ૪ થી ૭ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૮ થી ૧૦ માન-સન્માન.

 

Libra (તુલા: ર-ત)

આપના માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા ક્ષેત્રે લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યો લાભ પ્રાપ્ત થતાં ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થજીવનનું વાતાવરણ ડામાડોળ થતું બચાવી શકશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. તા. ૪ થી ૭ વિવાદ ટાળવા. તા. ૮ થી ૧૦ સફળતાદાયક.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

તમારા માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધામાં વાતાવરણ શુષ્ક જણાય. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકો માટે સમય કષ્ટદાયી પૂરવાર થાય. શત્રુ વિરોધીઓ હાવી થતા જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગી સ્પષ્ટ વર્તાય. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. જુના રોગોમાંથી મુક્તિ મળતા રાહત જણાય. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સહકાર મળી રહે. વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય. તા. ૪ થી ૭ નાણાભીડ. તા. ૮ થી ૧૦ પારિવારિક કાર્ય થાય.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવી. આકસ્મિક કે અણધાર્યા ખર્ચ થવાની પૂર્ણ શક્યતા જણાય છે. નિશ્ચિત આયોજન બનાવી કામ લેશો તો ફાયદામાં રહેશો. જમીન-મકાન-રહેઠાણને લગતા પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્ય સુખાકારી એકંદરે સારી રહેવા પામે. નોકરિયાત વર્ગને કાર્યના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. દાંપત્યજીવનમાં ખટરાગ થઈ શકે છે. તા. ૪ થી ૭ ખર્ચ-વ્યય. તા. ૮ થી ૧૦ મધ્યમ.

 

Capricorn (મકર: ખ-જ)

તમારા માટે ઉત્સાહવર્ધક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે આપના અધુરા કે અટવાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરતા રાહત અનુભવી શકશો. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ નરમ-ગરમ રહી શકે છે, જેને લીધે પરસ્પર અંતર વધતું જણાય. સ્વાસ્થ્ય્ લાભપ્રદ રહે. રાજકય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને શત્રુ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત થાય. મિલકત અંગેના પ્રશ્નો ગુંચવાતા જણાય. તા. ૪ થી ૭ આનંદદાયી. તા. ૮ થી ૧૦ મિશ્ર.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના માટે પારિવારિક કાર્યો કરાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના અધુરા કાર્યો પૂરા કરતા જણાવ. માતા-પિતા-વડીલ વર્ગના આશીર્વાદથી આપની મોનકામના પૂર્ણ થતા જણાય. આરોગ્ય અંગે કોઈ સમસ્યા હશે તો ધીમે ધીમે દૂર થતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે આર્થિક બજેટ ખોરવાતું જણાય. નોકરિયાત વર્ગને કાર્યબોજ હળવો થતો જણાય. જાહેર જીવન ક્ષેત્રે સમય વ્યસ્તતાપૂર્ણ બની રહે. તા. ૪ થી ૭ સ્વાસ્થ્ય સુધરે. તા. ૮ થી ૧૦ પારિવારિક કાર્ય થાય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

તમારા માટે શુભ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને કોઈ શુભ સમાચાર સાંભળવા મળે અથવા તો કોઈ શુભ ઘટના બનવા પામે. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા-પ્રતિસ્પર્ધામાં સફળતા મળવાના યોગ જણાય છે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી લાભ પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાયમાં પ્રગતિના દર્શન કરી શકશો. ગૃહસ્થ જીવનમાં વસંત ખીલતી જણાય. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત થઈ શકે. તા. ૪ થી ૭ શુભ. તા. ૮ થી ૧૦ સામાન્ય.

જાણો, તા. ૦૪ ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૧ - સુર્યાસ્ત : ૭-૨૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૦ :

તા. ૦૪-૦૮-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,

મુસ્લિમ રોજઃ ૦૯, નક્ષત્રઃ અનુરાધા,

યોગઃ બ્રહ્મ, કરણઃ વાણિજ

તા. ૦૪ - ઓગસ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે અન્ય કામકાજ રહેવાને લીધે દોડધામ-શ્રમ જણાય.  પારિવારિક વારસાગત ધંધામાં નવી પેઢીનો પ્રવેશ આપના માટે સાનુકૂળ રહે. નાણાકિય આયોજન  સમજદારીપૂર્વક કરવું. વિદ્યાર્થીવર્ગે વર્ષની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.  યાત્રા-પ્રવાસ સફળ રહે. ખર્ચ-ખરીદીના પ્રસંગો બને.

બાળકની રાશિઃ વૃશ્ચિક

જાણો, તા. ૦૪ ઓગસ્ટ, સોમવાર અને શ્રાવણ સુદ દશમનું રાશિફળ

મેષ સહીત ત્રણ રાશિના જાતકોને ધનમાં વધારો થાય, અનુભવ-આવડતના આધારે કામનો ઉકેલ આવે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. સહકાર્યકવર્ગ મદદરૂપ  થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને રહ્યા કરે.  કામકાજમાં મન લાગે નહીં.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતના આધારે આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને  ચિંતા ઓછી થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી  થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય અન્યનો સાથ મળી રહે. અગત્યના નિર્ણય  લઈ શકાય.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને  ચિંતા-ઉચાટ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૩

 

Libra (તુલા: ર-ત)

દેશ પરદેશના કામકાજમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના  કામકાજ થઈ શકે.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૭

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં  આવક જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૫

 

Capricorn (મકર: ખ-જ)

આપે કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાકિય  લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૯-૪

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના ગણતરી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ જણાય.  રાજકીય-સરકારી-ખાતાકીય કામકાજ થઈ શકે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૮

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી  લાભ-ફાયદો જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૩

જાણો ૨૮ જુલાઈ થી ૦૩ ઓગસ્ટ ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિફળ

મેષ સહીત ત્રણ રાશિને આવનારા સપ્તાહમાં ધન લાભ થાય, વાદ-વિવાદ ટાળવો

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે પ્રયત્નોનું મીઠું ફળ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે ભૂતકાળમાં કરેલ અથાગ મહેનત અને પરિશ્રમનું મીઠું ફળ ચાખવા મળી શકે છે. નસીબનો સાથ મળી રહે. ધાર્મિક્તા-આધ્યાત્મિક્તામાં વૃદ્ધિ થાય. નોકરિયાત વર્ગને કાર્યમાં પ્રગતિ થતી જણાય. વ્યાપાર-ધંધામાં ઓછી મહેનતે વધુ ફળ મળતું જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સાંસારિક જીવનનું વાતાવરણ તંગ રહેતું જણાય. આરોગ્યમાં ધીમી ગતિએ સુધાર આવે. તા. ર૮ થી ૩૧ લાભદાયી. તા. ૧ થી ૩ મધ્યમ.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્નાહના દિવસો દરમિયાન નવી વ્યક્તિ સાથેની મુલાકાત આપના વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકે છે. યાત્રા-પ્રવાસ મજાનો પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની ભાવનાઓ અને લાગણીઓ ઉપર કાબૂ રાખવો. વ્યાપારી વર્ગ માટે નવી યોજના કે કાર્યનો આરંભ કરવા માટે સમય શુભ જણાય છે. સ્વાસ્થ્ય સાચવવું. તા. ર૮ થી ૩૧ સારી. તા. ૧ થી ૩ મિલન-મુલાકાત

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપે વાણી-વર્તન ઉપર સંયમ રાખવો ખાસ જરૂરી જણાય છે. દાંપત્યજીવનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. નાની-નાની વાત મોટું સ્વરૂપ ધારણ ન કરે તેની તકેદારી રાખવી. સામાજિક ક્ષેત્રે વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત ફળદાયી પૂરવાર થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. વ્યાપાર-ધંધામાં આકસ્મિક તેજીનો નોંધપાત્ર લાભ મળે. તા. ર૮ થી ૩૧ મધ્યમ. તા. ૧ થી ૩ તનાવભર્યું રહે.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે ભાવનાત્મક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપે સ્નેહી-પરિવારજનો સાથે સમય સુખરૂપ વિતાવી શકશો. સંબંધો ગાઢ બનતા જણાય. સાંસારિક જીવનની વિટંબણાઓમાંથી બહાર આવવાનો માર્ગ શોધી શકશો. નાણાકીય સ્થિતિ ડામાડોળ થતી જણાય. જમીન-મકાન અંગેના વિવાદોનો નિકાલ લાવી શકશો. સામાજિક જીવનમાં સંકળાયેલા જાતકો માટે સમય નબળો પૂરવાર થાય. એકંદરે સમય મધ્યમ ફળદાયી બની રહે. તા. ર૮ થી ૩૧ નાણાભીડ. તા. ૧ થી ૩ સાનુકૂળ.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે માન-સન્માન અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપની માન-પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે. આપની નાણાકીય સ્થિતિ સદ્ધર બનતી જણાય. શત્રુ વિરોધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય બબતે આહાર-વિહારમાં તકેદારી રાખવી અનિવાર્ય બની રહે. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ મધ્યમ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. વ્યાપાર-ધંધામાં વૃદ્ધિ જોવા મળે. તા. ર૮ થી ૩૧ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧ થી ૩ માન-સન્માન.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે સંભાળ તથા શાંતિથી કાર્ય કરવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન નાણાકીય ક્ષેત્રે નાની-મોટી ઉથલ-પાથલ થવાની પૂર્ણ શક્યતા રહે. લોભામણી તથા લાલચભરી વાતોથી અળગા રહેવું. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ઘર-પરિવારમાં વાતાવરણ શાંત તથા સુખમય રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ર૮ થી ૩૧ શુભ. તા. ૧ થી ૩ સંભાળ રાખવી.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે પ્રવાસ-પર્યટનના યોગ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના પરિવારના સભ્યો સાથે અથવા તો કામકાજ અર્થે પ્રવાસ કે મુસાફરીના આયોજન શક્ય બને, જો કે પ્રવાસ ખર્ચાળની સાથે સાથે મજાનો પણ પૂરવાર થાય. સ્વાસ્થ્ય બાબતે ખાસ ધયાન રાખવું. વ્યાપાર-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ જણાય છે. નોકરિયાત વર્ગે સાવચેતીપૂર્વક કામ કરવાની સલાહ છે. કોર્ટ-કચેરી-કાનૂની બાબતે કોઈ વિવાદ હશે તો તેનો ઉકેલ આવે. તા. ર૮ થી ૩૧ ખર્ચાળ. તા. ૧ થી ૩ પ્રવાસ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભૌતિક સુખ-સગવડના, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાશો. આર્થિક ક્ષેત્રે નાણાભીડનો સામનો કરવો પડે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. મિલકત, જમીન-મકાન, રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. યાત્રા-પ્રવાસ આનંદદાયી બની રહે. તા. ર૮ થી ૩૧ શુભ. તા. ૧ થી ૩ ખર્ચાળ.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે આનંદિત સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રસન્ન રહેવા પામે. સમય પરિવારજનો-સ્નેહીજનો સાથે આનંદપૂર્વક પસાર થાય. ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસ પાછળ નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો. તા. ર૮ થી ૩૧ લાભદાયી. તા. ૧ થી ૩ આનંદિત.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે વ્યસ્તતાભર્યું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન જાહેરજીવન-સામાજિક ક્ષેત્રે આપ સક્રિય બનતા જણાવ. નાણાકીય સ્થિતિ સમતોલ રહેવા પામે, જો કે મોજ-શોખ, સુખ-સગવડના સાધનો પાછળ વ્યર્થ ખર્ચ કરવા આપ આકર્ષાઈ શકો છો. દાંપત્યજીવનમાં કલેશ-કલહનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવી આવશ્યક જણાય છે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. મિત્રો-સ્વજનો તરફથી સહયોગ પ્રાપ્ત કરી શકશો. તા. ર૮ થી ૩૧ મુલાકાત. તા. ૧ થી ૩ વ્યસ્તતા.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આર્થિક પરિસ્થિતિ સુધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા પ્રબળ જણાય છે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય. આહાર-વિહારમાં સાવધાની રાખવી હિતાવહ રહેશે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. સામાજિક-જાહેરજીવન-રાજકીય ક્ષેત્રે શત્રુ વિરોધીઓ હાવી થતા જણાય. નોકરિયાત વર્ગને બઢતી-બદલીની ઈચ્છા ફળીભૂત થઈ શકે. તા. ર૮ થી ૩૧ ધનલાભ. તા. ૧ થી ૩ સંભાળવું.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે સુખ-દુઃખ જેવી મિશ્ર પરિસ્થિતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને પરિસ્થિતિમાં ચડાવ-ઉતારનો અનુભવ થાય. વ્યાવસાયિક ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ નવો ઓર્ડર કે ટેન્ડર મળી શકે તેમ જણાય છે. ધાર્યો લાભ મેળવવાની આશા ફળીભૂત થતી જણાય. આરોગ્ય બાબતે પડવા-વાગવાથી સાવધાની રાખવી. કોઈ શુભ કાર્યમાં સહભાગી થઈ શકો છો. તા. ર૮ થી ૩૧ લાભદાયી. તા. ૧ થી ૩ વાદ-વિવાદ.

close
Ank Bandh