Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૮ વર્ષ પહેલાં કરવામાં આવી હતી હુમલાની ફરિયાદઃ
જામનગર તા. ૮: જામનગરના એક આસામી પર ર૮ વર્ષ પહેલાં ધોકા તથા પાઈપથી હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. પોલીસે ચાર શખ્સ સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે ફરિયાદી પોતાનો કેસ નિઃશંકપણે સાબિત કરી શક્યા નથી તેમ ઠરાવી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના એક આસામીને ન્યુ આરામ કોલોનીમાં આવેલા એક પ્લોટ અંગે પોતાના મામા સાથે મનદુખ થયા પછી થોડા વર્ષ પહેલાં તેના મામાના દીકરા જી.વી. ગણાત્રા તેમજ અભલ કાસમ બુચડ, મહેન્દ્ર કરશનભાઈ અજુડીયા, અજીઝ નુરમામદ ભાયા નામના ચાર વ્યક્તિએ માર માર્યાની અને અભલ કાસમે રિવોલ્વર બતાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૫ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હાનું ચાર્જશીટ થયા પછી મૂળ ફરિયાદીએ આર્મ્સ એક્ટ તથા આઈપીસી ૩૦૭નો ઉમેરો કરવા અરજી કરી હતી. તે અરજી સુપ્રિમ કોર્ટ સુધી કરાયા પછી પણ નામંજૂર થઈ હતી. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતા આરોપી પૈકીના અભલ કાસમ બુચડ તથા જી.વી. ગણાત્રાના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial